1. Home
  2. Tag "indian army"

ચીન બોર્ડર પર દેખાયો સેના-વાયુસેનાનો દમ, જમીનથી આકાશ સુધી કર્યો યુદ્ધાભ્યાસ

ઈસ્ટર્ન લડાખના વિસ્તારમાં ભારતીય સેના-વાયુસેનાની કવાયત ભારતીય સેનાના યુદ્ધાભ્યાસનો ચીનને રણનીતિક સંદેશ ચીન દ્વારા એલએસીના અતિક્રમણની બને છે ઘટનાઓ ભારતીય સેનાના જવાનોએ 17 સપ્ટેમ્બરે ઈસ્ટર્ન લડાખ વિસ્તારમાં મોટો યુદ્ધાભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેના,ભારતીય સેનાની ઘણી ટુકડીઓના જવાનો સામેલ થયા છે. ચીનની નજીકના લડાખના આ વિસ્તારની સાથે ભારતીય સેનાના જવાનોની આ કવાયતનું રણનીતિક દ્રષ્ટિએ પણ […]

જમ્મુ-કાશ્મીર: અખનૂરમાં સેનાના કાફલા પર હુમલાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ, આઈઈડી કરાયો નિષ્ક્રિય

જમ્મુ-કાશ્મીરમાં આજે સુરક્ષાદળોની સતર્કતાને કારણે એક મોટી આતંકી સાજિશ નાકામ થઈ છે. રાજ્યના અખનૂર જિલ્લામાં સુરક્ષાદળોએ એક આઈઈડીને નિષ્ક્રિય બનાવ્યો છે. જણાવવામાં આવે છે કે આ આઈઈડી દ્વારા આતંકવાદીઓનું નિશાન અહીંથી પસાર થનારી સેનાની ટુકડી હતી. ગત મહીને 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી સાજિશ હેઠળ સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમા 44 […]

રાજસ્થાનમાં સીમાવર્તી ગામડાંમાં વાયુસેના એરબેસ હાઈએલર્ટ પર, સુરક્ષા વધારવાના નિર્દેશ

પાકિસ્તાનની સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા ઓઈલના કૂવાની સુરક્ષાને વધારવામાં આવી છે. મંગલા ઓઈલ ફીલ્ડ, ભાગ્યમ અને ઐશ્વર્યા વગેરે ઓઈલ ક્ષેત્રોની સુરક્ષાને વધારવામાં આવી છે. કંપનીને સુરક્ષા માપદંડો પ્રમાણે સંપૂર્ણ તકેદારીના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં સેના અને પોલીસના જવાનોને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. બાડમેરના ઉત્તરલાઈ વાયુસેના એરબેસને હાઈએલર્ટ પર રાખવામાં […]

પુલવામાના પિંગલેનામાં 18 કલાકથી એન્કાઉન્ટર ચાલુ, ડીઆઈજી, લેફ્ટિનેન્ટ કર્નલ ઈજાગ્રસ્ત

પુલવામાના પિંગલેના ગામમાં ચાલી રહેલી અથડામણમાં ગાઝી રાશિદ, કામરાન સહીત કુલ ત્રણ આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. જો કે આ અથડામણમાં અત્યાર સુધીમાં એક મેજર સહીત પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થઈ ચુક્યા છે. સાઉથ કાશ્મીરના પુલવામામાં ગત રાત્રિથી ચાલી રહેલી અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીઆઈજી અમિત કુમાર ઘાયલ થયા છે. પુલવામાના પિંગલેના ગામમાં ગત રાત્રે બાર વાગ્યાથી […]

બોર્ડર પાર જઈને પુલવામા હુમલાનો અપાશે જવાબ, સેના દ્વારા મોટી કાર્યવાહીની શક્યતા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ સેના પણ સખત વલણ અખત્યાર કરી ચુકી છે. અહેવાલો મુજબ, 150 જેટલા યુદ્ધવિમાનો વેસ્ટર્ન ફ્રન્ટ તરફ તેનાત કરવામાં આવ્યા છે અને તે કાર્યવાહી માટે તૈયાર છે. આ યુદ્ધવિમાનોમાં જગુઆરથી લઈને મિરાજ-2000 સુધીના ફાઈટર જેટ્સ સામેલ છે. તેનું પ્રદર્શન વાયુશક્તિ કવાયત દરમિયાન થવાનું છે. પરંતુ આ યુદ્ધવિમાન […]

શહીદ ભારતીય જવાન ઔરંગઝેબની હત્યાના મામલે રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનોની અટકાયત

ભારતીય સેનાના જવાન શહીદ ઔરંગઝેબની હત્યાના મામલામાં સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. ઔરંગઝેબના અપહરણ અને બાદમાં તેની હત્યાના મામલામાં 44 રાષ્ટ્રીય રાઈફલ્સના ત્રણ જવાનોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ થઈ રહી છે. કસ્ટડીમાં લેવાયેલા ત્રણેય જવાનો પર આતંકવાદીઓના ખબરી હોવાની શંકા છે. આ ત્રણેય જવાનોની ઓળખ આબિદ વાની, તજામુલ અહમદ અને આદિલ વનિઆરે તરીકે થઈ છે. ઔરંગઝેબની […]

ભારત અમેરિકા પાસેથી 73 હજાર સિગ સૉવર રાઈફલ ખરીદશે

ચીન અને પાકિસ્તાનની સરહદ પર તેનાત સેનાના જવાનોને અમેરિકામાં બનેલી અત્યાધુનિક રાઈફલો આપવામાં આવશે. શનિવારે સંરક્ષણ મંત્રાલયે અમેરિકા પાસેથી 73 હજાર સિંગ સૉવર રાઈફલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ લાંબા સમયથી અટવાયેલો હતો. સત્તાવાર સૂત્રો મુજબ, આગામી વર્ષ સુધીમાં આ રાઈફલ ભારતીય સૈનિકોના હાથમાં આવી જશે. તેનાથી ઈન્સાસ રાઈફલના રિપ્લેસ કરવામાં આવશે. સૂત્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code