1. Home
  2. Tag "indian army"

ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા રાજનાથસિંહે કર્યું સૂચન

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સેનાને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહ્યું છે. સેના કમાન્ડરો સાથે વાતચીત દરમિયાન રક્ષા મંત્રીએ તેમની સમક્ષ ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શક્ય છે કે આપણે પણ સરહદ પર આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા […]

UN MISSIONની શાંતિ સેનામાં ફરજ બજાવી પરત ફરેલા ગુજરાતી જવાને દુનિયામાં શાંતિ માટે પ્રાર્થના કરી

અમદાવાદઃ હાલ જ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઘર્ષણ વૈશ્વિક સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો છે, ત્યારે ભારતીય સૈન્યમાં ખડેપગે સેવા બજાવતા ખોડતળાવ ગામ(રેવાપટેલ ફળિયું) ના સૈનિક હેતલભાઈ ચૌધરી લેબેનોનની સરહદે સંયુક્ત રાષ્ટ્ર સંઘ UN MISSION ની શાંતિ સેનામાં ફરજ બજાવી દેશમાં પરત ફર્યા હતા. હેતલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૬ મહિના સુધી  […]

ભારતીય સેનાની વધશે તાકાત,બેડામાં સામેલ થશે 156 ‘પ્રચંડ’ હેલિકોપ્ટર

દિલ્હી: ભારતની બંને તરફની આંતરરાષ્ટ્રીય સરહદો દુશ્મન દેશોથી ઘેરાયેલી છે. આ સરહદોની સુરક્ષા માટે હજારો સૈનિકો દિવસ-રાત તૈનાત છે. ભારત સરકાર દર વર્ષે સરહદોની સુરક્ષા જાળવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. સરહદો પર તૈનાત સૈનિકોને કોઈ કમી ન રહે તેનું પણ સરકાર ધ્યાન રાખે છે.સરકાર સમય-સમય પર ઘણા અપડેટ્સ કરતી રહે છે જેથી સેના કોઈપણ […]

અર્જુન ટેંકની ગર્જનાથી ધ્રૂજી ઉઠ્યું પાકિસ્તાન,ભારતીય સેનાએ પોખરણમાં યુદ્ધાભ્યાસ કર્યો

જયપુર: રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય સેનાએ બ્રાઝિલના કમાન્ડર જનરલને મેડ ઇન ઇન્ડિયા શસ્ત્રોની શક્તિનો પરિચય કરાવ્યો.ચાલીસ મિનિટના યુદ્ધાભ્યાસમાં આકાશ જેવી મિસાઇલ અને અર્જુન ટેંકની ગર્જનાની સાથે ધ્રુવ હેલિકોપ્ટર અને સારથ BMP બંદૂકથી પાકિસ્તાનની સરહદ ગૂંજી ઊઠી.બ્રાઝિલના આર્મી કમાન્ડર જનરલ ટોમસ મિગુએલ માઇન રિબેરો બુધવારે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય […]

ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં વધારો કરાયો

નાણાકીય સહાય રૂ. 20 હજારથી વધારી 50 હજાર કરાયો કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આપી મંજુરી નોન-પેન્શન પાત્ર ભૂતપૂર્વ સૈનિકો અથવા તેમની વિધવાઓને હવે ઉન્નત તબીબી અનુદાન મળશે નવી દિલ્હીઃ કેન્દ્રિય સંરક્ષણ મંત્રી  રાજનાથ સિંહે  ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે સહકાર પ્રણાલીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓમાં નાણાકીય સહાયમાં નોંધપાત્ર વધારો કરવાની મંજૂરી […]

ભારતીય સેનાના યુનિફોર્મમાં મોટો ફેરફાર,બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ એક જેવો જ યુનિફોર્મ પહેરશે

દિલ્હી: ભારતીય સેનાના ડ્રેસમાં પ્રથમ વખત મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર 1 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. હવે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના તમામ અધિકારીઓ તેમની કેડર અને પ્રારંભિક પોસ્ટિંગને ધ્યાનમાં લીધા વિના સમાન ગણવેશ પહેરશે. આ ફેરફાર સેનામાં સામાન્ય ઓળખ અને સામાન્ય પાત્ર અને દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો છે. સેનાના ગણવેશમાં […]

ભારતીય સેનાના એ કયા હથિયારો હતા? જેને કારગિલ યુદ્ધમાં અપાવી હતી જીત,અહીં જાણો વિગતવાર

આજે કારગિલ વિજય દિવસ છે. કારગિલ યુદ્ધમાં ભારતની જીતની ઉજવણીનો દિવસ. નાપાક પાકિસ્તાની ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો આપણા સૈનિકોએ. જ્યારે તેમના કબજાના શિખરો પરથી તેમના લોહીનો પ્રવાહ વહીને પાકિસ્તાન તરફ ગયો, ત્યારે તેમના  લોકોની આત્માઓ ધ્રૂજી ઊઠી. તે સમયે ભારતીય દળો દ્વારા કયા પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તેની તાકાત શું હતી? અહીં જાણીએ […]

ભારતીય સેનાની ડેગર ટીમે 7000 મીટરની ઉંચાઈએ કર્યો યોગ, કુન પર્વત પર લહેરાવ્યો ત્રિરંગો

દિલ્હી: ભારતીય સેનાના ડેગર ડિવિઝનના પર્વતારોહકોની ટીમે કારગીલ વિજય દિવસની ઉજવણીને સમર્પિત અભિયાન દરમિયાન રેકોર્ડ સાત દિવસમાં 7,077-મીટર ઊંચા માઉન્ટ કુન પર ત્રિરંગો લહેરાવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ ઐતિહાસિક ટ્રેક 8 જુલાઈના રોજ આર્મીના ડેગર ડિવિઝનના પર્વતારોહકોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ડેગર ડિવિઝનના પર્વતારોહકોએ તેમની સિદ્ધિઓને વધુ નોંધપાત્ર બનાવી અને 7077 […]

ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટ પેરિસમાં 107 વર્ષ બાદ બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે

દિલ્હી :હવે ભારતીય સેનાની પંજાબ રેજિમેન્ટ પેરિસ તરફ કૂચ કરવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર, પંજાબ રેજિમેન્ટના સૈનિકો 14 જુલાઈએ પેરિસમાં યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે. વાસ્તવમાં, ભારતીય સેનામાં પંજાબ રેજિમેન્ટના સૈનિકોની બહાદુરીની ગાથાથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. પંજાબ શીખ રેજિમેન્ટના સૈનિકોની ગર્જનાથી દુશ્મનના પગ ધ્રૂજી ઉઠે છે. વિશ્વયુદ્ધ હોય કે પાકિસ્તાન સાથેનું […]

ભારતીય સેનાએ ‘ગદર 2’ને આપી મંજૂરી,સની દેઓલની ફિલ્મને મળી NOC

મુંબઈ : બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ વિશે નવી માહિતી સામે આવી રહી છે. ‘ગદર 2’ રિલીઝ થાય તે પહેલા જ તેના પર વિવાદ થયો છે. તે જ સમયે, ચાહકો ફિલ્મનું ટીઝર જોઈને ખૂબ જ ખુશ થયા હતા. ‘ગદર 2’ 11 ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર છે અને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code