1. Home
  2. Tag "inflation"

મોંઘવારીનો માર! ચોખા સહિતની આ ખાદ્ય સામગ્રી થઈ મોંઘી,જાણો છૂટક કિંમત

દિલ્હી : વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ મોંઘવારી તેનું વાસ્તવિક સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ટામેટાં અને લીલા શાકભાજીના ભાવમાં તો વધારો થયો છે પરંતુ હવે દાળ અને ચોખા જેવી ખાદ્ય ચીજો પણ મોંઘી થઈ ગઈ છે. આ મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. ખર્ચમાં કાપ મુકતા લોકોની હાલત કફોડી બની છે. […]

જુલાઈ 2020 પછી પહેલીવાર જથ્થાબંધ ફુગાવો શૂન્યની નીચે પહોંચ્યો,ખાદ્યપદાર્થોના ભાવમાં પણ ઘટાડો

દિલ્હી : મોંઘવારી સામે સામાન્ય લોકોને બેવડી રાહત મળી છે. શુક્રવારે લોકોને છૂટક મોંઘવારીમાં રાહત મળી અને તે દોઢ વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગયો. સોમવારે જથ્થાબંધ મોંઘવારીનો ડેટા બહાર આવ્યો છે અને તે શૂન્યથી નીચે રહીને ત્રણ વર્ષના નીચલા સ્તરે આવી ગયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં જથ્થાબંધ મોંઘવારી માર્ચમાં 1.34 […]

જથ્થાબંધ ફુગાવો 29 મહિનાની નીચી સપાટીએ, ફેબ્રુઆરીમાં 3.85 ટકા થી માર્ચમાં ઘટીને 1.34 ટકા પર પહોચ્યોં

જથ્થાબંધ ફુગાવો 29 મહિનાની નીચી સપાટીએ ફેબ્રુઆરીમાં 3.85 ટકા થી માર્ચમાં ઘટીને 1.34 ટકા પર પહોચ્યોં દિલ્હીઃ- આજે જારી કરવામાં આવેલ રિપોર્ટ પ્રમાણે માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે.સરકાર દ્વારા માર્ચ મહિનાના જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા જારી કરવામાં આવ્યા છે. માર્ચ મહિના દરમિયાન દેશમાં જથ્થાબંધ મોંઘવારી દર  1.34 ટકા નોંધાયો હતો. જ્યારે, તે […]

કેન્યામાં મોંઘવારી વધતા લોકો રસ્તા ઉપર ઉતર્યાં, પોલીસે દેખાવકારોને વિખેરવા ટીયરગેસના શેલ છોડ્યાં

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો મોંઘવારીનો માર સહન કરી રહ્યાં છે, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, તેમજ જીવનજરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. દરમિયાન કેન્યામાં મોંઘવારીએ માજા મુકી છે. જેથી લોકોની મુશ્કેલીઓ વધી છે. કેન્યામાં મોંઘવારીમાં થયેલા વધારાને પગલે લોકો રસ્તા ઉપર ઉતરી પડ્યાં છે. બીજી તરફ પરિસ્થિતિ […]

ફેબ્રુઆરીમાં  જથ્થાબંધ મોંઘવારી 25 મહિનાની નીચી સપાટીએ પહોંચી

ફેબ્રુઆરીમાં  જથ્થાબંધ મોંઘવારી 25 મહિનાની નીચી સપાટીએ  શાકભાજીનો ફુગાવો 26 ટકા  દિલ્હીઃ-  છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં મોંધવારીનો માર જોવા મળ્યો જો કે હવે  મોંઘવારીને લઈને રાહત જોવા મળી  છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2023 માં, જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 24 મહિનાની નીચી સપાટીએ  નોંધાયો છે.  જાણકારી અનુસાર જાન્યુઆરી 2023માં […]

ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવમાં ઘટતા મોંધવારીમાં રાહત – જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.95 ટકા પર

ડિસેમ્બરમાં મોંધવારીમાં રાહત જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.95 ટકા પર દિલ્હીઃ- દેશભરમાં ડિસેમ્બર મહિનામાં મોંધવારીમાં રાહત મળી છે, અનેક ખાધ્ય ચીજ વસ્તુઓના ભાવ ઘટવાની સાથે  ભારતની જથ્થાબંધ કિંમતનો ફુગાવો નવેમ્બરમાં 5.85 ટકા થી ઘટીને ડિસેમ્બર 2022 માં 4.95 ટકા પર આવી ગયો છે. જે ભાવ ઘટાડાની અસર દર્શાવે છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાના દર હેઠળ ખાદ્ય ફુગાવાના […]

ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજદારમાં વધારાને કારણે વિશ્વમાં 2023માં મંદીની અસર જોવા મળશે

નવી દિલ્હીઃ ફુગાવાને અંકુશમાં લેવાના ઉદ્દેશ્ય સાથે વ્યાજદરમાં વધારાને કારણે વિશ્વમાં વર્ષ 2023માં મંદીની અસર જોવા મળી શકે છે, કારણ કે ઊંચા વ્યાજદરના કારણે ઘણી અર્થવ્યવસ્થાઓ સંકોચાઈ શકે છે. તેમ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચે કહ્યું હતું. વૈશ્વિક અર્થતંત્ર 2022માં 100 ટ્રિલિયન ડોલરના આંકને પાર કરવા માટે સુયોજિત છે પરંતુ 2023માં તેમાં ઘટાડો થવાની […]

લિપસ્ટિકની માંગ વધવાની સાથે જ અર્થશાસ્ત્રીઓનો મંદીનો અંદેશો : જાણો લિપસ્ટિક થિયરી

નવી દિલ્હી:  વૈશ્વિક અર્થતંત્ર હાલમાં મોંઘવારી અને મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંકટમાં વધારો કર્યો છે. કોરોના મહામારીનો સામનો કર્યા પછી માંડ માંડ થાળે પડી રહેલી અર્થવ્યવસ્થા હવે ફરી જોખમમાં હોય એમ લાગી રહ્યું છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપમાં ફરી લિપસ્ટિકનું વેચાણ વધવા લાગ્યું છે. આ સૂચવે છે કે ફરી […]

ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 8.39 ટકા થયો,મોંઘવારીમાં લોકોને રાહત

ઓક્ટોબર માટે જથ્થાબંધ ફુગાવાના દરના આંકડા આવી ગયા છે અને સપ્ટેમ્બરની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 8.39 ટકા પર આવી ગયો છે. મહિના દર મહિનાના આધારે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેનાથી લોકોને સતત વધી રહેલી મોંઘવારીમાંથી રાહત મળી છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 10.7 ટકા હતો અને […]

મોંઘવારીથી રાહત, LPG સિલિન્ડર 115 રૂપિયા સસ્તું,જાણો નવી કિંમત

દિલ્હી:પહેલી નવેમ્બરે ઈંધણના ભાવમાં મોંઘવારીથી થોડી રાહત મળી છે.કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.જો કે, દેશભરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં આ ઘટાડો થયો છે. આજે 1 નવેમ્બર, 2022થી 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 115.50 રૂપિયા સસ્તું થયું છે.જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઘરેલુ સિલિન્ડરની કિંમત 6 જુલાઈથી સ્થિર છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code