કોવિડ-19 મૃતકોના પરિવારોને સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ
નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીઓને પરિવારજનોને સહાય ચુકવવામાં આવી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મૃતકોના પરિવારોને એક્સ-ગ્રેશિયા સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર દર્દીઓના મૃતકોને સહાય મુદ્દે રિટ પિટિશન થઈ હતી. […]