જગન્નાથજીના મોસાળમાં રસોડાં ધમધમ્યાંઃ બે લાખ કિલોનો બુંદી, મોહનથાળ, ફુલવડીનો પ્રસાદ
અમદાવાદઃ શહેરમાં 20મી જુન અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરની પરિક્રમાએ નિકળશે. ત્યારે રવિવારે સાંજથી નાની-મોટી 17 જેટલી પોળમાં રસોડા શરૂ થઈ ગયા છે. જેમાં શુદ્ધ ઘીના બુંદી અને મોહનથાળ, ફુલવડી સહિતની વાનગીઓ બનાવવાનો પ્રારંભ કરાયો છે. સેંકડો કાર્યકરો આસ્થાભેર આ રસોડામાં સેવા આપશે. જુદી-જુદી પોળમાં કરાતાં આયોજનોમાં લગભગ બે લાખ જેટલાં શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ […]