દ્વારકાના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું
દ્વારાકાઃ જન્માષ્ટનીના દિને દ્વારકાધિશના દર્શનનો અનોખો મહિમા છે, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો જગત મંદિરમાં દ્વારકાધિશના દર્શન માટે આવતા હોય છે. જન્માષ્ટ્મી પર્વને હવે કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે કૃષ્ણજન્મોત્સવની મંદિર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમી ઊજવવા માટેની તડામાર તૈયારીઓ […]