1. Home
  2. Tag "JAIL"

તોશાખાના કેસમાં જેલવાસ ભોગવતા પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન મચ્છર અને કીડીઓથી પરેશાન

નવી દિલ્હીઃ તોશાખાના કેસમાં 3 વર્ષની સજાના આદેશ બાદ પાકિસ્તાનની પોલીસે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરીને અટક જેલમાં મોકલી આપ્યા હતા. અહીં તેમણે સી-ક્લાસની સુવિધાઓ આપવામાં આવતી હોવાની તેમના વકીલે ફરિયાદ કરી હતી. એટલું જ નહીં તેમણે બેરેકમાં ખુલ્લુ શૌચાલયમાં છે જેને દરવાજો અને દિવાર પણ નહીં હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમને […]

જેલમાં બંધ 22 કેદીઓ ધો-12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેલમાં બંધ લગભગ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલા પરિણામમાં 22 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓ જેલમાંથી મુક્ત […]

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 184 ગુજરાતી માછીમારો પરત ફર્યા, પરિવારજનોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ ભારત સરકારનાં પ્રયાસોથી પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહેલા ભારતીય માછીમારો પૈકી 198 માછીમારો ને પાકિસ્તાનમાંથી મુક્ત કરાયા હતા. જે પૈકી  ગુજરાતના  184 અને 14 અન્ય રાજ્યોના માછીમારો છે. કોરોના પછીના  ત્રણ વર્ષના સમયગાળા બાદ પ્રથમ વાર મોટી સંખ્યામાં ભારતીય માછીમારોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ તમામ માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે વહેલી સવારે વડોદરા […]

નલિયા કોર્ટઃ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જેલમાં મોકલાયો

અમદાવાદઃ જખૌ નજીકથી પડકાયેલા રૂ. 200 કરોડના ડ્રગ્સ રેકેટમાં એટીએસની ટીમે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્શ બિશ્નોઈના રિમાન્ડ પુરા થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નલિયા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. એટીએસની ટીમે આરોપીના વધારે રિમાન્ડની માંગણી નહીં કરતા અદાલતે તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. કુખ્યાત ગેંગસ્ટેર લોરેન્શને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડવાની […]

દેશની વિવિધ જેલોમાં અન્ડરટ્રાયલના મદ્દાને ઉકેલવાના કેન્દ્રના પ્રયાસો

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલય સમયાંતરે જેલોમાં અન્ડરટ્રાયલના મુદ્દાને ઉકેલવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે. આમાં ફોજદારી કાર્યવાહીની સંહિતા (CrPC) માં કલમ 436A દાખલ કરવી, CrPC માં નવા પ્રકરણ XXIA ‘પ્લી બાર્ગેનિંગ’ વગેરેનો સમાવેશ થાય છે. વિવિધ સ્તરે લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગરીબ કેદીઓને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે. બજેટના લાભો સમાજના તમામ […]

રાજ્યની જેલોમાં તપાસ અંગે શું કહેવું છે પોલીસ વડાનું જાણો….

અમદાવાદઃ રાજ્યની 17 જેટલી જેલમાં 1700થી વધારે પોલીસ અધિકારી-કર્મચારીઓએ સાગમડે દરોડા પાડીને તપાસ કર્યાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ  કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કેટલીક જેલોમાંથી મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યની જેલોમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે કે કેમ તેની […]

ઉમેશ પાલ હત્યાકેસમાં ચોંકાવનારો ખુલાસો, અતિક બાદ હત્યારાઓ અશરફને પણ જેલમાં મળ્યા હતા

લખનૌઃ પ્રયાગરાજમાં ઉમેશ પાલ મર્ડર કેસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. દરમિયાન અતિક અહેમદના સાગરિકોએ તા. 11મી ફેબ્રુઆરી પહેલા તા. 10મી ફેબ્રુઆરીના રોજ બરેલી જેલમાં બંધ અતિક અહેમદના ભાઈ અશરફની મુલાકાત લીધી હતી. સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદ અને અશરફએ સમગ્ર હત્યાકાંડનું કાવતરુ ઘડ્યું હતું. સાબરમતી જેલમાં અતીકને મળ્યા બાદ શૂટરો 11 ફેબ્રુઆરીએ […]

બિહારઃ જેલમાં બંધ કેદી પકડાઈ જવાના ડરે મોબાઈલ ફોન ગળી ગયો, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

નવી દિલ્હીઃ બિહારના ગોપાલગંજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં બંધ કેદી પકડાઈ જવાના ડરે મોબાઈલ ફોન ગળી ગયો હતો. મોબાઈલ ફોન ગળી ગયાના થોડા સમય બાદ તેને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેમજ ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે તબીબોએ તપાસ કરતા કેદીના […]

પાકિસ્તાનની વિવિધ જેલમાં 654 ભારતીય માછીમારો બંધ

નવી દિલ્હીઃ પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટની સાથે અપહરણ કરવામાં આવતું હોવાનું અવાર-નવાર સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની વિવિધ જેલમાં 51 ભારતીય નાગરિક અને 654 માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે. ભારત અને પાકિસ્તાને એકબીજાની કેદમાં રહેલા સામાન્ય કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરી હતી. 2008માં કોન્સ્યુલર એક્સેસ પરના કરારની […]

ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્તિ બાદ કેવી રીતે ગણતરીના કલાકોમાં ફ્રાન્સ મોકલાયો, જાણો..

નવી દિલ્હીઃ દુનિયાનો ખતરનાક સિરીયલ કિલર ચાર્લ્સ શોભરાજ હવે જેલમાંથી આઝાદ થયો છે અને ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યો છે, તેમજ પોતાના દેશમાં પહોંચ્યો છે. નેપાળની સુપ્રીમ કોર્ટે ચાર્લ્સને સજા પુરી થાય તે પહેલા જેલમાંથી મુક્તિનો આદેશ કર્યો હતો. વઘતી ઉંમર, ખરાબ તબીયત અને જેલમાં સારા વર્તનને જોઈને તેને મુક્ત કરવાનો આદેશ કરાયો હતો. જેમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code