અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જાંબુવા બ્રિજ પર ખાડાંઓને લીધે સર્જાતો ટ્રાફિક જામ
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે, અને દેશમાં સૌથી વધુ ટ્રાફિકમાં પ્રથમ હરોળમાં ગણાય છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની લાપરવાહીથી હાઈવે પર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. નેશનલ હાઈવે પર વડોદરા નજીક જાંબુવા બ્રિજ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાંઓને કારણે છેલ્લા ચાર-પાંચ દિવસથી ટ્રાફિક જામના દ્રશ્યો જાવા મળી રહ્યા છે. […]