1. Home
  2. Tag "jammu and kashmir"

કુપવાડામાં એલઓસી પાસે ઘુસણખોરીનો પ્રયાસ કરતા 3 આતંકવાદી ઠાર મારાયા

ગુપ્ત માહિતી અનુસાર આર્મી અને પોલીસે હાથ ધર્યું અભિયાન બે સ્થળો ઉપર અભિયાન શરૂ કરીને આતંકવાદીઓને ઠાર કરાયાં શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ ભારતીય સેના સાથેની અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયાં હતા.  સેનાએ કહ્યું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન યોજાશે 4 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આજરોજ જાહેર કરવામાં આવેલી તેના ઉમેદવારોની પ્રથમ યાદીમાં, ભાજપે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 15 બેઠકો પર બીજા તબક્કાની ચૂંટણી માટે 10 બેઠકો પર અને ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે 19 બેઠકો […]

ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને […]

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખ જાહેર, 4 ઓક્ટોબરે મતગણતરી

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન યોજાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે થશે. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે એક તબક્કામાં […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ હટાવ્યાને પાંચ વર્ષ પૂર્ણ, સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ ​​370 ની જોગવાઈઓને હટાવવાના પાંચ વર્ષ પૂર્ણ થવા પર સંપૂર્ણ સાવચેતી લેતા, સોમવારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં પોલીસે તેમને 5 ઓગસ્ટના રોજ સુરક્ષા કાફલાની અવરજવર ટાળવા જણાવ્યું હતું. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સોમવારે […]

આતંકીઓને ભારતમાં ઘુસવામાં પાકિસ્તાનની BAT કરી રહી હતી મદદ, ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં થયેલા હુમલાને લઈને સેનાએ મોટું નિવેદન આપ્યું છે. સેનાનું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલામાં એક પાકિસ્તાની જવાન માર્યો ગયો અને બે ઘાયલ થયા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ આતંકવાદીઓના એક જૂથને ભારતીય વિસ્તારમાં ઘૂસવામાં મદદ કરી રહી હતી.ત્યારબાદ […]

અમેરિકાએ પોતાના નાગરિકોને મણિપુર અને જમ્મુ-કાશ્મીર ન જવાની સૂલાહ આપી

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.  અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં […]

ભારતીય સેના ઉપર હુમલો કરતા આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સનો ખાતમો બોલાવવા આર્મીની કવાયત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદ ફેલાવા લાગ્યો છે. છેલ્લા એક મહિનામાં કેન્દ્રશાસિત પ્રદેશમાં અડધો ડઝનથી વધુ આતંકવાદી હુમલા થયા છે, જેમાં ભારતીય સેનાના ઘણા જવાનો શહીદ થયા છે. અત્યાર સુધી આતંકવાદી ઘટનાઓ માત્ર કાશ્મીર ખીણમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે આતંકીઓએ જમ્મુ સુધી પોતાની નાપાક યોજનાઓને અંજામ આપ્યો છે. મંગળવારે ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં […]

જમ્મુ-કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર બન્યા વધુ શક્તિશાળી, ગૃહ મંત્રાલયે સત્તા વધારી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો હતો. આ સાથે જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરને હવે વધુ સત્તાઓ મળી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. સુધારેલા નિયમો જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 ની કલમ 55 હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે, જેમાં LGને વધુ […]

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા આતંકવાદી હુમલામાં ઉત્તરાખંડના પાંચ જવાનો શહીદ થયાં છે. આ સમાચાર બાદ દેવભૂમિ શોકમાં ડૂબી ગઈ છે. પરિવારજનો આઘાતમાં છે ત્યારે શહીદોના ઘર અને ગામડાઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.કઠુઆના બિલવર ઉપજિલ્લામાં બદનોટાના બરનુદ વિસ્તારમાં જેંડા નાળા પાસે આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આતંકવાદી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code