1. Home
  2. Tag "jammu and kashmir"

ચૂંટણીપંચે જમ્મુ-કાશ્મીર સહિત ચાર રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીઓ કરાવ્યા બાદ હવે ચૂંટણી પંચે હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચે ચૂંટણીની વિગતો અપડેટ કરીને આની શરૂઆત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1 જુલાઈની તારીખને ધ્યાનમાં લઈને વિધાનસભાની ચૂંટણી માટે મતદાર યાદી અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ત્રણેય […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી મહિલાઓ સાથે લીધી સેલ્ફી

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ સત્રનું નેતૃત્વ કર્યું હતું. યોગ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરી મહિલાઓ સાથે ફોટો ક્લિક કર્યા હતા. તેમજ આ તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. આ તસવીરોમાં કાશ્મીરી મહિલાઓ પીએમ મોદી સાથે ઘણી […]

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે નરેન્દ્ર મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં જ્મ્મુ- કાશ્મીરના શ્રીનગર ખાતે કરી હતી. તેમણે કાર્યક્રમમાં યોગ દિવસની શુભેચ્છા આપી હતી. અને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યોગ દિવસના પ્રસ્તાવનું 117 દેશોએ યૂનાઇટેડ નેશન્સમાં સમર્થન કર્યું હતું. અને છેલ્લા  10 વર્ષથી  યોગ દિવસના ઉપક્રમે નવા રેકોર્ડ બની રહ્યા છે. અને વિશ્વમાં યોગ કરનારાઓની સંખ્યા […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર કરી હાઈલેવલ બેઠક કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટલીના પ્રવાસે જતા પહેલા જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર હાઈલેવલ બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે NSA અજીત ડોભાલ અને અધિકારીઓને આતંકવાદી વિરોધી ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ […]

આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાતચીત કરવા માટે ફારૂક અબ્દુલ્લાએ સરકારને આપી સલાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર 3 દિવસમાં આતંકવાદી હુમલાના 3 જેટલા બનાવો બન્યાં છે. સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટે અભિયાન શરૂ કર્યું છે. બીજી તરફ મોદી સરકારે પણ આતંકવાદીઓના ખાતમા માટે નિર્દેશ કર્યો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાનો પાકિસ્તાન તરફી પ્રેમ સામે આવ્યો છે. અબ્દુલ્લાએ આતંકવાદ મામલે પાકિસ્તાન સાથે વાત કરવા માટે […]

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ

ભારતના ચૂંટણી પંચે સત્તાવાર રીતે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે, “પંચે સંઘની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટેની ચૂંટણીની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી છે. જમ્મુ અને કાશ્મીરનો પ્રદેશ માર્ક્સ (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ના પેરા 10B હેઠળ સામાન્ય ચિહ્નની ફાળવણી માટેની અરજીઓને […]

જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશેઃ ચૂંટણીપંચ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે લોકસભા અને વિધાનસભા ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તેનો પણ તેમણે જવાબ આપ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે, “ચૂંટણી પંચ બહુ […]

જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, 15ના મોત

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે, જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ રસ્તા પરથી ઉતરીને સાઈટમાં ખાડામાં ખાબકી હતી. જેમાં 15 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર ટ્રાન્સપોર્ટ કમિશનર રાજીન્દર સિંહ તારાએ જણાવ્યું કે 15 લોકોના મોત થયા છે અને 15 ઘાયલ છે. આ અકસ્માત ચોકી ચોરાના […]

જમ્મુ-કાશ્મીરમાં આવેલા કઠુઆ અને રાજૌરીના જંગલો આગની ચપેટ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આવેલા કઠુઆ અને રાજૌરીના જંગલો આગની ચપેટમાં આવ્યા છે. આગના કારણે જંગલની સંપત્તિને ઘણું નુકસાન થયું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ બશોલી પટ્ટાના ડોગાનો નદીમાંથી શરૂ થઈ હતી, જે ધીમે ધીમે આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. વનવિભાગના અધિકારીઓ અને સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. […]

લોકસભા ચૂંટણીઃ જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓ બાદ ઉંચુ મતદાન યોજાયું, શ્રીનગર પીસીમાં 36.58 ટકા મતદાન

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું, જેમાં શ્રીનગર, ગંદેરબાલ, પુલવામા અને બડગામ અને શોપિયાં જિલ્લાઓમાં આંશિક રીતે રાત્રે 8 વાગ્યા સુધીમાં 36.58 ટકા મતદાન થયું હતું. શ્રીનગર સંસદીય ક્ષેત્રના 2,135 મતદાન મથકો પર મતદાન થયું હતું, જેમાં તમામ મતદાન મથકો પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code