1. Home
  2. Tag "jammu-kashmir"

જમ્મુ-કાશ્મીર: રાજૌરી એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર,એક જવાન શહીદ,લેબ્રાડોર ડોગ કેન્ટનું પણ મોત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો, જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ સાથે ભારતીય સેનાની મહિલા લેબ્રાડોર ડોગ કેન્ટનું પણ એન્કાઉન્ટરમાં મોત થયું છે. વાસ્તવમાં કેન્ટ સેનાના સર્ચ ઓપરેશનમાં મદદ કરી રહ્યું હતું અને સૈનિકોને આતંકીઓની શોધમાં આગળ વધવામાં મદદ […]

જમ્મુ-કાશ્મીર: ગાંદરબલમાં CRPF ના વાહનને નડ્યો અકસ્માત,સેનાના 8 જવાન ઘાયલ

CRPF ના જવાનોને ગાંદરબલમાં નડ્યો અકસ્માત  સેનાના 8 જવાનો ગંભીર રીતે ઘાયલ તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા  શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના વાહનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં સેનાના 8 જવાન ઘાયલ થયા છે. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, CRPF જવાન […]

જમ્મુ-કાશ્મીર:કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકીનો ઠાર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મંગળવારે વહેલી સવારે આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઈ હતી. લગભગ 5 કલાક બાદ એક આતંકી ઘટનાસ્થળે જ માર્યો ગયો છે. જોકે,આ ઘટનામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, કુલગામ જિલ્લાના હુવરા ગામમાં એન્કાઉન્ટર થયું છે. અહીં આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. સુરક્ષા દળોએ સ્થળને કોર્ડન […]

લેહ-લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં આવ્યો ભૂકંપ,બંને જગ્યાએ તીવ્રતા 4.1 રહી

લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા  જમ્મુ-કાશ્મીરમાં પણ આવ્યો ભૂકંપ રિક્ટર સ્કેલ પર બંને જગ્યાએ 4.1ની તીવ્રતા  શ્રીનગર : લેહ-લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લેહ-લદ્દાખમાં રાત્રે 2.16 વાગ્યે અને જમ્મુ-કાશ્મીરના કટરામાં વહેલી સવારે 3.50 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા 4.1 હતી. અગાઉ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદ્દાખમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ […]

જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં યુવકની ગોળી મારી હત્યા,આ આતંકી સંગઠને લીધી જવાબદારી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં દૂધ ખરીદવા બજારમાં ગયેલા એક બિન-મુસ્લિમ યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા સોમવારે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ જમ્મુ ક્ષેત્રના ઉધમપુર જિલ્લાના દીપુ તરીકે થઈ છે, જે એક સર્કસમાં કામ કરતો હતો અને જંગલાત મંડી વિસ્તારમાં રહીને સર્કસ બતાવતો હતો. તેને સુરક્ષા આપવામાં […]

જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાન સરહદ પર 42 નવી બોર્ડર પોલીસ પોસ્ટ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સરહદ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે દરમિયાન જમ્મુ-કાશ્મીરની સરહદ ઉપરથી પાકિસ્તાની ત્રાસવાદીઓની ઘુસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં બીજા-સ્તરની ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર 42 નવી બોર્ડર પોલીસ પોસ્ટ્સ (BPPs) માટે પોલીસ […]

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં 5 કિલો IED સાથે આતંકીનો મદદગાર અરેસ્ટ,ખતરનાક ષડયંત્ર નિષ્ફળ!

શ્રીનગર:જમ્મુ-કાશ્મીર પોલીસે એક ખતરનાક ષડયંત્રને નિષ્ફળ બનાવીને પુલવામાથી આતંકવાદીઓના એક સહયોગીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 5 કિલો ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED) મળી આવ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કર્યું કે આ સંદર્ભે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પુલવામા પોલીસના જણાવ્યા અનુસાર, આતંકીઓના ધરપકડ કરાયેલા સહયોગીનું નામ ઈશફાક અહેમદ […]

જમ્મુ-કાશ્મીર:’ધરતી ની જન્નત’માં ટૂંક સમયમાં દોડશે ‘વંદે ભારત’ ટ્રેન,રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

શ્રીનગર: કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડતી રેલ લાઇન આ વર્ષે પૂર્ણ થશે અને આવતા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિશેષ ‘વંદે ભારત’ ટ્રેન દોડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે આ માહિતી આપી હતી. અહીં નૌગામ સ્ટેશન પર એક પત્રકાર પરિષદને સંબોધતા રેલવે  મંત્રીએ કહ્યું કે, જમ્મુને શ્રીનગર સાથે જોડતી ઉધમપુર-બનિહાલ લાઇન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં […]

જમ્મુ-કાશ્મીર: કુપવાડામાં ખાડામાં પડી જતાં સેનાના ત્રણ જવાન શહીદ,બરફીલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન થયો અકસ્માત

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક પેટ્રોલિંગ દરમિયાન સેનાના ત્રણ જવાન ઊંડી ખીણમાં પડી ગયા હતા.આ અકસ્માતમાં ત્રણેય જવાનો શહીદ થયા હતા.ત્રણેય જવાનોના મૃતદેહોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું કે,શહીદ થયેલા ત્રણ સૈનિકોમાં 01 જેસીઓ (જુનિયર કમિશન્ડ ઓફિસર) અને 02 ઓઆરનો સમાવેશ થાય છે.જણાવવામાં આવી રહ્યું છે કે,આ સૈનિકો જે […]

જમ્મુ-કાશ્મીરઃ શોપિયાંમાંથી સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓને ઝડપી લીધા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓને શોપિયામાંથી ઝડપી લીધા હતા. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. ત્રણેય આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યાં હતા. આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં મોતનો સામાન મળી આવતા સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. દક્ષિણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code