1. Home
  2. Tag "jamnagar"

INS વાલસુરા દ્વારા જામનગર ખાતે માનવ સહાય અને આપત્તિ રાહત કામગીરીઓ હાથ ધરવામાં આવી

રાજકોટ : જામનગરમાં આવેલા અવિરત અને ભારે વરસાદના કારણે તેમજ જિલ્લા નાગરિક પ્રશાસન દ્વારા કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં રાખીને, જામનગર શહેરમાં વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે નાગરિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીમાં મદદ માટે INS વાલસુરાના કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. નૌસેના દ્વારા તૈનાત કરવામાં આવેલી હોડીઓની મદદથી ગર્ભવતી મહિલાઓ અને […]

જામનગર અને રાજકોટમાં મેઘકહેરઃ અતિભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન જામનગરના કાલાવાડ, લોધિકા અને વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. તેમજ અનેકગામોનો સંપર્ક સપાયો છે. બીજી તરફ નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગરના કલેકટર સાથે વાત કરીને જરૂરી સુચન કર્યાં હતા. વહીવટી તંત્ર દ્વારા […]

જામનગરમાં પોસ્ટના ડબલામાં બોમ્બનો ખોટો મેસેજ આપીને પોલીસને ધંધે લગાડી

જામનગરઃ શહેરમાં કોઈભેજા બાજે ખોટા મેસેજ કરીને પોલીસને ધંધે લગાડી હતી. શહેરના ટ્રાફિકથી ગીચ ગણાતા ડી કે વી સર્કલ પાસે આવેલા પોસ્ટના ડબ્બામાં ટક ટક જેવો અવાજ આવી રહ્યો છે, બોમ્બની આશંકાના હોવાના મેસેજના પગલે જુદી જુદી પોલીસ ટુકડીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને સઘન તપાસના અંતે ડબ્બામાંથી કઈં નહીં મળતા તત્રં સહિતનાઓએ રાહતનો […]

જામનગર:  વાંચો કેવી રીતે નવાનગર બન્યું જામનગર, વાંચો તેનો ઈતિહાસ

જામનગરની સ્થાપના 1540 એ.ડી. માં કરવામાં આવી હતી, જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર (નવા નગર) તરીકે ઓળખાય છે,  તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. પૌરાણીક સાહિત્યના જણાવ્યા પ્રમાણે, મથુરામાંથી સ્થળાંતર કર્યા પછી, ભગવાન કૃષ્ણે જામનગર જિલ્લાના દ્વારકા ગામમાં તેમનું રાજ્ય સ્થાપ્યુ હતું, અને તે મુજબ, નવાનગરના […]

જામનગરના બાયપાસ પર બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે મોત

જામનગરઃ શહેરની ભાગોળે ખીજડીયા બાયપાસ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. બનાવ એટલો ભયાનક હતો કે બંને મૃતકો બંને ટ્રક વચ્ચે ફસાઈ ગયા હતા.બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમે સ્થળ પર પહોંચી બંને મૃતદેહને બહાર કાઢી, રોડ પર ફસાઈ ગયેલા વાહનોને અલગ કર્યા હતા. સૂત્રોના […]

જામનગર: રંગમતી નદીના પટમાં શ્રાવણી લોકમેળો નહી યોજાય

જામનગરમાં યોજાતા લોકમેળાને કોરાનાનું સંકટ કોરોનાને ધ્યાનમાં રાખીને નહીં યોજાય લોકમેળો મહાનગર પાલિકાએ સતાવર રીતે કરી જાહેરાત જામનગર: કોરોનાનું સંક્રમણ ભલે દેશમાં ઓછું થઈ ગયું હોય પરંતુ તેને લઈને હજુ પણ તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. આ બાબતે હાલ જામનગરની મહાનગર પાલિકાએ સતાવર રીતે જાહેરાત કરી છે કે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રંગમતી […]

કોરોના વાયરસઃ જામનગરની વૃદ્ધામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્યના લક્ષણ જોવા મળ્યાં

અગાઉ વેરિએન્ટના બે કેસ મળ્યાં હતા વડોદરા અને સુરતમાં મળ્યાં હતા કેસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર શાંત પડી છે અને હવે જનજીવન ફરીથી પાટે ચડી રહ્યું છે. ત્યારે હવે સમગ્ર દેશમાં કોરોનાના ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્યના કેસ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ સુરત અને વડોદરામાં બે દર્દીઓમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લક્ષણો જોવા […]

જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાઈ ઓવરબ્રીજ રૂપિયા 193 કરોડના ખર્ચે બનાવાશે

જામનગર  :  શહેરમાં ઈન્દિરા માર્ગ ઉપરનો ફલાય ઓવર રૂ.193 કરોડના ખર્ચે કામ અપાઈ ગયા બાદ બે કરોડ જીઈબીને પોલ ખસેડવા ભરી દેવાયા પછી કોન્ટ્રાકટર દ્વારા સાઈડની કેનાલને સર્વિસ રોડ તૈયાર કરવા જેવા પ્રાથમિક કામ શરૂ કરી દેવાતા હવે લોકોને શ્રધ્ધા જાગી છે કે ફલાય ઓવર નવનિયુકત મ્યુનિ.કમિશનર વિજય ખરાડીના સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ પ્રજા માટે […]

જામનગર નજીક ગ્રીન ઝૂઓલોજિકલ પાર્કમાં હવે ઉત્તરાખંડ અને હિમાચલથી દીપડાં આવશે

અમદાવાદ: ગુજરાત ટુંક સમયમાં દેશભરના દિપડાઓ માટે નવું ઘર બની શકે છે. એશિયાટીક સિંહોના નિવાસ માટે ગુજરાત જાણીતું છે અને દુનિયાભરના પ્રવાસીઓ આ સિંહ દર્શન માટે આવે છે અને દિપડાઓ તો ખુદ માનવ દર્શન માટે તેના વસવાટ ક્ષેત્રની આસપાસના ગામોમાં પહોંચી જાય છે અને અનેક દિપડાઓ માનવભક્ષી પણ બન્યા છે. પણ આ વચ્ચે ઉતરાખંડ અને […]

જામનગરના લાલપુર તાલુકાના ચાર ગામના ખેડુતોએ સામુહિક ખેતીનો અભિગન અપનાવતા ફાયદો થયો

અમદાવાદઃ ગુજરાતમાં ખેતી પાછળ કરતો ખર્ચ વધી રહ્યો હોવાથી ખેડુતોની હાલત કફોડી બની રહી છે ત્યારે જામનગર પંથકમાં સામુહિક ખેતીના અભિગમે ખેડુતો પગભર થઈ રહ્યા છે. રાજ્યભરમાં બાગાયત ખેતીને સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. વાવણીથી લઇ વેચાણ સુધીની દરેક પ્રક્રિયામાં સરકાર મદદ કરી રહી છે એવા સમયે જામનગર પંથકના ખેડૂતોએ સામુહિક ખેતી કરીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code