1. Home
  2. Tag "jamnagar"

જામનગરના બ્રાસ ઉદ્યોગમાં હવે તેજી આવશેઃ જુલાઈથી બ્રાસના પાર્ટની માગમાં જબ્બર વધારો થવાની શક્યતા

જામનગરઃ ગુજરાતના બ્રાસ ઉદ્યોગનું કેન્દ્ર ગણાતા જામનગરના હજારો લઘુ અને ગૃહ ઉદ્યોગો હાલ 30-35 ટકા ક્ષમતાએ કામ કરી રહ્યા છે. કોરોનાને કારણે બ્રાસ ઉદ્યોગને વ્યાપક મંદીનો સામનો કરવો પડ્યો છે. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. અને બ્રાસના પાર્ટની માગ પણ વધા રહી છે. જાણકારોના કહેવા મુજબ આગામી જુલાઈ મહિનામાં બ્રાસના ઉત્પાદનમાં સારીએવી તાજી આવશે. […]

જામનગર નજીકનો સમુદ્ર તોફાની બનવાની શક્યતાને લીધે માછીમારોને દરિયો ખેડવા પ્રતિબંધ

જામનગરઃ  સામાન્યરીતે જુન અને જુલાઈમાં જામનગરનો દરિયો તોફાની રહેતો હોય છે. આથી દરિયો ખેડવા પર કે માછીમારી કરવા પર 1 જૂનથી 30 જુલાઈ સુધી સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણ કે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે જેને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. જેને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ દ્વારા […]

જામનગરના બ્રાસ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ નડ્યુઃ ઉત્પાદનમાં 30 ટકા કાપ

અમદાવાદઃ કોરોનાને લીધે મીની લોકડાઉનની સ્થિતિ સર્જાતા વેપાર-ઉદ્યોગ,ધંધાને માઠી અસર થઈ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટનો મશીનરી ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાયા છે જ્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગનું 30 ટકાથી વધુ ઉત્પાદન ઘટી ગયું છે. બ્રાસ પાર્ટસ ઉત્પાદકો કહેવા મુજબ  નિકાસમાં નિયમિત રીતે માલ જાય છે પણ સ્થાનિક બજારોમાં સુસ્તી છે. દિલ્હી અને મુંબઇ જેવા મોટાં બજારો બંધ છે […]

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

જામનગર: રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પણ અનેક લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચિત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા વિનંતી કરતા  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની […]

વાયુદળના વિમાન દ્વારા ઓક્સિજનનો જથ્થો જામનગરમાં પહોંચાડાયો

જામનગરઃ  શહેર-જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગમાં ધરખમ વધારો થયો છે, જેને પહોંચી વળવા કલેક્ટર તંત્ર અને હોસ્પિટલ દિવસ-રાત એક કરી રહ્યું છે ત્યારે એરફોર્સના વિમાન દ્વારા પણ ઓક્સિજનનો જથ્થો જામનગર પહોંચ્યો હોવાના સમાચારથી લોકોમાં રાહતની લાગણી પ્રસરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર શહેરમાં મોટાભાગના કોવિડ કેર […]

જામનગરના કાલાવડમાં દસ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન જામનગરના કાલાવડમાં દસ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન નાખવામાં આવ્યું છે. જો કોસ લોકોને જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળે રહે તે અંગે પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો […]

સૌરાષ્ટ્રમાં તલાલા ગીર, ભાવનગર અને જામનગરમાં ભૂકંપના હળવા આંચકાઃ લોકોમાં ફફડાટ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે ગરમી પણ વધી રહી છે. ત્યારે તલાલા ગીર, જામનગર અને ભાવનગરમાં હળવા ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. છેલ્લા બે દિવસમાં ભાવનગરમાં- બે, તાલાળામાં- એક, અને જામનગરમાં- બે મળી કુલ ચાર ભૂકંપના આંચકા નોંધાયા હતા સૌરાષ્ટ્રના જુનાગઢ પંથકના તાલાલા ગીરમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો અવિરત  હોય તાલાલા ગીરમાં બપોરે 12ઃ17 […]

જામનગરમાં કોરોનાના દર્દીઓના પરિવારજનોની વ્હારે આવ્યા વિવિધ સમાજઃ રહેવા-જમવાની કરશે વ્યવસ્થા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. જેથી મોટી સંખ્યામાં દર્દીઓ શહેરોમાં આવેલી મોટી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. ગ્રામીણ વિસ્તારના દર્દીના પરિવારજનોને શહેરમાં કોઈ સમસ્યા ન સર્જાય તે માટે હવે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ અને સમાજ આગળ આવી રહ્યાં છે. જામનગર શહેરમાં […]

કોરોના મહામારીઃ જામનગર અને દાહોદના બે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં સ્વૈચ્છીક આંશિક લોકડાઉન અને સ્વંયભૂ બંધ પાડવામાં આવી રહ્યો છે. જામનગરના મોટી બાણુગાર ગામમાં એક સપ્તાહમાં 25 પોઝિટિવ કેસ સામે આવતા ગ્રામજનોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. આવી જ રીતે દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે. […]

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ધાણા અને ચણાની જંગી આવક

અમદાવાદઃ જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને સુકા મરચાની જંગી આવક બાદ હવે ચણા અને ધાણાની મબલખ આવકથી યાર્ડ છલકાયું હતું. યાર્ડમાં ચણાની આવક 27,488ની નોંધાઇ છે. જયારે ધાણાની આવક 22,750 મણની રહી હતી. યાર્ડમાં ચણા અને ધાણાના ભાવ પણ સારા એવા ખેડૂતોને મળી રહ્યા છે. જેથી ખેડૂતો પણ આનંદની લાગણી વ્યકત કરે છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code