1. Home
  2. Tag "jamnagar"

ભાવનગર અને કંડલા બાદ જામનગરમાં આવકવેરાના દરોડા, ફાઈલો, લેપટોપ, દસ્તાવેજો જપ્ત કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં આવક વેરા વિભાગ દ્વારા ટેક્સચોરી કરનારા સામે સર્ચ હાથ ધરાયું છે. જેમાં ભાવનગરમાં વહેલી સવારે આયકર વિભાગની ટીમો આવી પહોંચી હતી અને લોકલ પોલીસની ટીમને સાથે રાખી અલગ અલગ ટીમો સાથે શહેરના કુંભારવાડા, મોતીતળાવ, વીઆઈપી, ચિત્રા, નવાપરા, શિશુવિહાર તથા સાંઢીયાવાડ સહિતના વિસ્તારોમાં આવેલી વિવિધ વ્યવસાયી પેઢીઓના સરકારી હિસાબ-કિતાબની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. […]

ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળતાં જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ,એરપોર્ટ પર એનએસજીની ટીમ તપાસમાં લાગી 

જામનગર:મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં હોબાળો મચી ગયો હતો, જેના કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું છે.જણાવવામાં આવી રહ્યું છે કે ATCને બોમ્બ ધરાવતો મેલ મળ્યો હતો, તે મેલથી બધા હાઈ એલર્ટ પર આવ્યા અને તરત જ પાયલટને જાણ કરવામાં આવી. જે બાદ ગોવા […]

ભાવનગર-જામનગરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં વિદેશી પક્ષીઓ બન્યાં મહેમાન

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના પ્રારંભ સાથે જ વિદેશી પક્ષીઓ હજારો-લાખો કીમીનું અંતર કાપીને મહેમાન બન્યાં છે. અમદાવાદના થોળ અને નળસરોવર સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓએ ધામા નાખ્યાં છે. બીજી તરફ પ્રવાસીઓ પણ દરરોજ મોટી સંખ્યામાં આ સ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે. બાવનગર અને જામનગરમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. ભાવનગરનો લાંબો દરિયાકિનારો, પર્વતોની […]

જામનગર ઉત્તર સીટથી બીજેપીના ઉમેદવાર અને રવીન્દ્ર જાડેજાના પત્નિ રિવાબા જાડેજા વિજય ઘોષિત

જામનગર સીટ પર રિવાબા જાડેજા ઘોષિત જામનગરમાં બીજેપીની ભવ્ય જીત જામનગરઃ- ગુજરાતની જનતાની નજર આજે વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે. સૌ કોઈ આજે પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે બીજેપી 150થી પણ વધુ સીટોથી આગળ વધી રહી છે, ગુજરાત ભાજપનું ગઢ ગણાય છે તો આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તેની પુરેપુરી શક્યતાઓ […]

જામનગરના બ્રાસપાર્ટ્સ ઉદ્યોગની નિકાસ વધતા રાહત, વાર્ષિક ટનઓવર 500 કરોડે પહોંચ્યું

રાજકોટઃ કોરોના કાળ બાદ જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે તેજીના દિવસો આવી રહ્યા છે. જામનગરના બ્રાસપાર્ટસ ઉદ્યોગની નિકાસ યુરોપિયન દેશોમાં વધી રહી  છે. પાંચ વર્ષ પૂર્વ કુલ નિકાસમાં 2થી 3 ટકા હિસ્સો હતો તેના સ્થાને હવે 10 ટકા જેટલો હિસ્સો થઇ ગયો છે. વીએમસી અને સીએનસી મશીનોનું ઉત્પાદન ભારતમાં વધવાને લીધે સુલભ બનતા ઉત્પાદન અને નિકાસમાં […]

ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ હવે ભારતીય આયુર્વેદનો અભ્યાસ કરી શકશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં આયુર્વેદીક ઉપચારને કારણે લોકોમાં આયુર્વેદ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. એટલું જ નહીં વિદેશમાં પણ લોકો આર્યુવેદને અપનાવી રહ્યાં છે. દરમિયાન હવે ઓસ્ટ્રેલિયામાં પણ હવે વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરી શકશે. જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસેર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) ખાતે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા ખાસ M.O.U. […]

જામનગરમાં ભાભી-નણંદ વચ્ચે ચૂંટણી જંગ, રીવાબા પોતે જ પોતાને મત આપી શકશે નહીઃ નયનાબા

જામનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બેઠકો પર પરિવારો પણ આમને સામને છે. જામનગરની બેઠક પર જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજાને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે રિવાબાના નણંદ અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. નયનાબાએ પોતાના ભાભી સામે આક્ષેપ કર્યો હતો કે, રીવાબાએ ક્રમ નંબરમાં રીવાસી હરદેવસિંહ સોલંકીનું ઉપનામ આપ્યું […]

વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ જામનગરમાં પાર્ટીઓના બેનર્સ ન ઉતારાતા કોંગ્રેસે કર્યો વિરોધ

જામનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. રાજકિય પક્ષો અને સરકારની યોજનાના પ્રચાર માટે લગાવેલા પોસ્ટર્સ, બેનર્સ વગેરે ઉતારવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં હજી પણ સરકારી હોર્ડિગ્સ જોવા મળી રહ્યા છે અને આચાર સંહિતાનો  કડક અમલ કરવામાં આવ્યો નથી. વિધાનસભા 2022ની ચૂંટણી આચાર સંહિતા લાગુ હોવા છતાં પણ […]

એનસીબી અને નેવી ઈન્ટેલિજન્સએ જામનગરમાં રેડ પાડીને 6 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડ્યુ,

અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને દરિયા કાંઠા વિસ્તારના શહેરોમાં ડ્રગ્સ સપ્લાયરોનો કારોબાર પણ વધી રહ્યો છે. ગુજરાત પોલીસ પણ ગુજરાતને પંજાબ બનતું અટકાવવા ડ્રગ્સ માફિયા સામે કડક પગલાં ભરી રહી છે. ત્યારે બાતમીને આધારે એનસીબી, અને નેવી ઈન્ટેલિજન્સએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને જામનગરમાંથી   કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.NCBની ટીમ […]

જામનગરઃ ખાનગી સ્કૂલને ટક્કર મારે તેવી સરકારી સ્કૂલ, વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વેટીંગ

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી સ્કૂલોના સંચાલકોની મનમાનીથી કંટાળીને હવે વાલીઓ સરકારી સ્કૂલમાં પોતાના સંતાનોને અભ્યાસ અર્થે મોકલે છે. બીજી તરફ સરકાર પણ સરકારી સ્કૂલોમાં શિક્ષણના સ્તરમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ જામનગરની સરકારી સ્કૂલને એક સંસ્થાના સહકારથી અત્યાધુનિક બનાવવામાં આવી છે. એટલું જ સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વેટીંગનું લિસ્ટ છે. અણઘડ પથ્થરને તરાશીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code