1. Home
  2. Tag "jamnagar"

જામનગરમાં મોદક આરોગવાની સ્પર્ધામાં 58 વર્ષના વડિલ 100 ગ્રામનો એક એવા 12 લાડુ આરોગી ગયા,

જામનગર:  ગુજરાતમાં વર્ષો પહેલા બ્રાહ્મણો દ્વારા લાડું ખાવાની સ્પર્ધાઓ યોજાતી હતી. એ જમાનામાં લોકોના ખોરાક પણ સારા હતા. હવે બદલાતા જમાનામાં લોકોમાં ફાસ્ટફુડના વધી ગયેલા ચલણને લીધે ખોરાક ઘટી રહ્યો છે. જામનગર શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને અતિ પ્રિય એવા મોદક લાડુ આરોગવાની અનોખી ઓપન સૌરાષ્ટ્ર સ્પર્ધાનું બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત 13માં વર્ષે […]

જામનગરમાં લાખોટા તળાવ ખાતે એરફોર્સ દ્વારા આઝાદી કા મહા રનનું કરાયું આયોજન

13 ઓગસ્ટ,જામનગર:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હર ઘર તિરંગા અભિયાનના આહ્વાનના પગલે જામનગરમાં વાયુસેનાની પાંખ એરફોર્સ દ્વારા મનપાના સંયુક્ત ઉપક્રમે આજે આઝાદીના 75 ગૌરવશાળી વર્ષ પૂર્ણ થતા અને તિરંગા યાત્રાના ભાગરૂપે જામનગરના ઐતિહાસિક લાખોટા તળાવ ખાતેથી એક મહા રનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાથમાંથી તિરંગો લઈ અને સેનાના જવાનો તેમજ શહેરિજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જામનગરમાં વાયુ સેનાની […]

હર ઘર તિરંગા અભિયાન થકી જામનગરની 300થી વધુ મહિલાઓએ મેળવી રોજગારી

13 ઓગસ્ટ,રાજકોટ :આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થવા બદલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 13થી 15 ઓગસ્ટ વચ્ચે દરેક લોકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિનંતી કરી છે.આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલ શાળા નં-1 માં 300 જેટલી મહિલાઓને રાષ્ટ્રધ્વજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.સરકારની દીન […]

જામનગરના બેડી બંદર પરથી નવા ટ્રેન રૂટ્સ પરથી કોલસાનો જથ્થો રવાના કરાયો

ગાંધીનગર : જામનગર નજીક બેડી બંદરેથી નવી વિકસિત કરાયેલી રેલ્વે લાઇન મારફતે કોલસાની પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી હતી. ભારતીય રેલવે સાથે સંયુક્ત સાહસમાં ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે તેમને આ ઉપલબ્ધિ બદલ અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ રેલ જોડાણ દેશમાં એવા પ્રકારનું પ્રથમ […]

જામનગરઃ ગુજરાતના સૌપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મારફતે દૈનિક 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે

અમદાવાદઃ અમદાવાદઃ જામનગરમાં ગુજરાતના સૌપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. પીપીપી બેઈઝ આધારિત વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ દૈનિક 450 મેટ્રીક ટનની કેપેસિટી ધરાવે છે. આ પ્લાન્ટ મારફતે દૈનિક 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે અને પર્યાવરણની જાળણણી પણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા  જી.યુ.ડી.એમ. તેમજ 15માં નાણાંપંચની […]

યોગ દિવસ: રાજ્યમાં પસંદ કરાયેલા 75 આઈકોનિક સ્થળોમાં જામનગરના રણમલ તળાવનો સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા રણમલ તળાવ ખાતે યોગ ફિલ્મનું શૂટિંગ કરાયું 75 જેટલી જગ્યાએ યોગ કરતા સાધકોનું વિડિયો શુટિંગ કરાશે અમદાવાદઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”અંતર્ગત 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને “યોગ અમૃત મહોત્સવ” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે જે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પર્યટન […]

જામનગરમાં DoT,ગુજરાત LSA દ્વારા 5G ટ્રાયલ સેવાઓનું પરીક્ષણ

રાજકોટ:જામનગરમાં 5G ટ્રાયલ સેવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.શહેરમાં DoT, ગુજરાત LSA દ્વારા આં પરીક્ષણ કરાયું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT), ગુજરાત LSA મહેશ પિપલાણી ડાયરેક્ટર અને સૂર્યશ ગૌતમ મદદનીશ ડિવિઝનલ એન્જિનિયરના અધિકારીઓની એક ટીમે 13 અને 14 જૂનના રોજ,જામનગર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિફાઈનરી અને ટાઉનશીપ ખાતે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ (RJIL)ની 5G ટ્રાયલ સાઇટ્સની મુલાકાત લીધી.. […]

જામનગર ACB ની સફળ ટ્રેપ:નશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની લાંચ લેતા PSI રંગેહાથ ઝડપાયા

ACB ની સફળ ટ્રેપ પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા નશાખોરીનો કેસ નહીં કરવા 50 હજારની માંગી હતી લાંચ રાજકોટ :જામનગરમાં પંચકોશી એ ડિવિઝનમાં ફરજ બજાવતા પીએસઆઈ જે.કે.રાઠોડ લાંચ લેતા ઝડપાયા હતા. પાંચ દિવસ પૂર્વે કારમાંથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બે શખ્સ સામે નશોખોરીનો કેસ નહીં કરવાના બદલામાં તેની પાસેથી રૂ .1 લાખની લાંચ માંગી હતી.પરંતુ રકઝકના અંતે […]

જામનગરના લાલપુર માર્કેટ યાર્ડમાં ચણા વેચવા આવેલા ખેડુતોની લાંબી લાઈનો લાગી

જામનગર:  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી અને રાહત આપવામાં આવી રહી છે તો બીજી તરફ આ જ રાહતનો લાભ આપવા માટે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો લાલપુર એપીએમસી ખાતે જોવા મળ્યા હતા. લાલપુર એપીએમસીની બહાર વહેલી સવારથી જ ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા […]

જામનગરમાં એશિયાનું સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ, વિદેશીથી પ્રાણીઓ લવાયાં

અમદાવાદઃ સૌરાષ્ટ્રના મોટા શહેરો પૈકીના જામનગરમાં પ્રાણીસંગ્રહાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. દરમિયાન દક્ષિણ આફ્રિકાથી વાઘ, રીંછ, ચિત્તા સહિત 84 જેટલા પ્રાણીઓ હવાઈ માર્ગે ગુજરાત લાવવામાં આવ્યાં છે. આ પ્રાણીઓને જામનગર લાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના પ્રાણીસંગ્રહાલય માટે વિદેશથી હવાઈ માર્ગે પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code