જંત્રીના દરોમાં બમણા વધારાથી રિઅલ એસ્ટેટ સેકટરને અસર, પ્રોજેક્ટ કોસ્ટ 20 ટકા વધી ગઈ
ગાંધીનગરઃ ગુજરાત સરકારે 15મી એપ્રિલથી જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકતા તેની રિયલ એસ્ટેટ સેક્ટરને માઠી અસર પડી છે. કોરોના પછી માંડ બેઠા થયેલા આ સેક્ટરને હવે જંત્રી વધારાને કારણે બીજો માર પડ્યો છે. નવી જંત્રી અમલમાં આવ્યા બાદ હાલ રિઅલ એસ્ટેટ સેક્ટરમાં નવા ડેવલપમેન્ટ માટે થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. […]