1. Home
  2. Tag "JASDAN"

જસદણના બાયપાસ રોડ પરના ભાદર નદી પરના પુલ પર સળિયા દેખાયા, વાહનચાલકોમાં ભય

રાજકોટઃ ગુજરાતમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ અને બ્રિજ પર ગાબડાં પડવાના બનાવો બની રહ્યા છે. જેમાં જસદણના બાયપાસ રોડ પર આવેલા ભાદર નદીના પુલ પર સળિયા દેખાવા લાગ્યા છે. આ પુલમાં ખાડાઓ પડી ગયા હોવાથી આ પુલ ગમે ત્યારે ગંભીર દુર્ઘટના સર્જી શકે તેમ છે. વરસાદના લીધે ધોવાયેલા આ પુલ પરથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે […]

રાજકોટના જસદણને હરિયાળુ બનાવાશે, એક હેકટરમાં 2000 વૃક્ષો વવાશે

અમદાવાદઃ રાજકોટનાજસદણ ખાતે સામાજિક વનીકરણ રેન્જ જસદણ – વિંછીયા દ્વારા “હરિત વન વસુંધરા” પ્રોજેકટ અંતર્ગત ‘અર્બન ફોરેસ્ટ”નું ખાતમુહૂર્ત સાથે ‘74′ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ-2023  જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગ્રે મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે “મારી માટી, મારા દેશ” અભિયાનમાં ગામના […]

જસદણમાં ભાજપ શાસિત નગરપાલિકાએ પાંચ કરોડનું વીજ બીલ ન ચૂકવતા વીજળી કનેકશન કપાયું

જસદણઃ  રાજકોટ જિલ્લાના જસદણમાં ભાજપ શાસિત નગર પાલિકાની આર્થિક હાલત ડામાડોળ બની છે. નગરપાલિકાના સત્તાધિશોએ લાખો રૂપિયાના લાઇટબિલની ચુકવણી ન કરતા pgvcl દ્વારા લાઇટનું કનેક્શન કાપી દેવામાં આવતા શહેરભરમાં અંધારપટ છવાઈ ગયો હતો. ઉપરાંત પાણી વિતરણ વ્યવસ્થાને પણ અસર પહોંચી છે.  શહેરના ચિતલિયા કુવા રોડ, લાતી પ્લોટ, આટકોટ રોડના કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હતા. નોંધનીય છે […]

જસદણના કોળી સમાજના મહાસંમેલનમાં આમંત્રણ છતાં કુંવરજી બાવળિયા ગેરહાજર રહ્યા

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વિવિધ સમાજો પણ સક્રિય બન્યા છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે  જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરની આગેવાનીમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં જસદણ અને વીંછિયા તાલુકાના કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. આ સંમેલનમાં જસદણના ધારાસભ્ય અને […]

શેઠની શીખામણ ઝાંપા સુધી, જસદણમાં ભાજપના બાવળિયા-બોઘરા વચ્ચે પોસ્ટર યુદ્ધ

રાજકોટઃ જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને આ વિસ્તારના અગ્રણી ગણાતા અને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા વચ્ચે છેલ્લા ગણા સમયથી વૈમનસ્ય ચાલી રહ્યું હોવાનું કહેવાય છે. બન્ને નેતાઓને પ્રદેશ કમાન્ડે પણ શીખામણ આપીને એકસાથે કામ કરવાની શીખામણ આપવામાં આવી હતી. પણ હજુ બન્ને વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે. […]

જસદણ નજીક સ્કૂલ વાન અને કાર સામસામે અથડાતા વિદ્યાર્થિનીનું મોત, બે વિદ્યાર્થી સહિત 7ને ઈજા

રાજકોટ :  જિલ્લાના જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જસદણની એકલવ્ય સ્કૂલનીવેન અને કાર વચ્ચેને અકસ્માત સર્જાતા ધોરણ 5ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યુ છે. સ્કૂલવાનમાં સવાર બે વિદ્યાર્થી સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ – જસદણ હાઈવે અકસ્માતોનું સેન્ટર બની રહ્યુ છે. આ હાઈવે […]

જસદણ માર્કેટ યાર્ડમાં મગફળી કપાસની મબલક આવક, ભાવ સારો ન મળ્યો

જસદણ માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક સાથે કપાસની પણ થઈ આવક વધારે આવક થતા ભાવ ઓછો બોલાયો રાજકોટ :જસદણમાં આ વખતે કપાસ અને મગફળીની જોરદાર આવક જોવા મળી છે. આ વખતે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી અને યોગ્ય સુવિધા મળતા સારા એવા પ્રમાણમાં પાકની આવક થઈ હતી. જાણકારી અનુસાર માર્કેટ યાર્ડમાં 15 થી 16 હજાર મણ […]

કોરોના પીડિતોને નિહાળી હ્રદય દ્રવી ઉઠતા શરૂ કરી કોવિડ હોસ્પિટલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. તેમજ હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળતા. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજનની જરૂર ઊભી થાય ત્યારે ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન સરળતાથી મળતા નથી. દર્દીઓ અને તેમના પરિવારની આ સ્થિતિને જોઈને રાજકોટ જિલ્લાના જસદણમાં દવાખાનું ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડો. પંકજ કોટડિયાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code