અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઊલટીના 615, કમળાનાં 193 કેસ નોંધાયા
અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણ અને મચ્છરોના ઉપદ્રવ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતા મ્યુનિ, કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યુ છે. શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસો મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. જુલાઈ મહિનામાં 23 દિવસમાં 615 જેટલા ઝાડા ઊલટીના કેસો નોંધાયાં હતા. તે ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાંથી 704 પાણીના સેમ્પલો […]