1. Home
  2. Tag "joined"

દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેઓ કેન્દ્રીય મંત્રીઓ મનોહર લાલ ખટ્ટર અને હર્ષ મલ્હોત્રા, બીજેપી દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મીડિયા ચીફ અનિલ બલુનીની હાજરીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાયા હતા. ખટ્ટરે ગેહલોતના પ્રવેશને રાષ્ટ્રીય […]

વાયનાડમાં કુદરતી આફત વચ્ચે RSSના કાર્યકરો રાહત-બચાવની કામગીરીમાં જોડાયાં

કેરળના વાયનાડમાં ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 150થી વધારે લોકોના મોત થયાં છે. તેમજ હજુ એનડીઆરએફ સહિતની એજન્સીઓ દ્વારા રાહત-બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બચાવ કામગીરીમાં આરએસએસના સ્વયં સેવકો જોડાયાં છે. આરએસએસના કાર્યકરો વાયનાડ કેરળમાં થયેલ ભૂસ્ખલન કુદરતી આપદામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડમાં સાંસદ હતા અને ગત લોકસભાની ચૂંટણીમાં પણ […]

પેરિસ ઓલિમ્પિક્સ : ISSFની મંજૂરી બાદ શ્રેયસી સિંહ ભારતીય શૂટિંગ ટીમમાં જોડાઈ

નવી દિલ્હીઃ અનુભવી ટ્રેપ શૂટર શ્રેયસી સિંહને પેરિસ ઓલિમ્પિક માટેની અંતિમ 21-સભ્ય ભારતીય શૂટિંગ ટીમમાં સામેલ કરવામાં આવી હતી. ક્વોટા સ્વેપ માટે આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF), રમતની વૈશ્વિક સંચાલક મંડળ પાસેથી મંજૂરીની જરૂર હતી. નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) ને ISSF તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી, જેણે ક્વોટા […]

મોરબીમાં જુના પાઠ્ય પુસ્તકો જરૂરત મંદને આપવાનું અભિયાન શરૂ કરાયું, અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ પણ જોડાયું

અમદાવાદઃ મોરબીમાં જુના પાઠય પુસ્તકો પસ્તીમાં મામૂલી કિંમતે આપી દેવાના બદલે જરૂરત મંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભેટ આપી સામાજિક ઉત્તર દાયિત્વની આગવી પહેલ નિભાવવામાં આવી હતી. તે માટે અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘની પ્રેરક પહેલને નિવૃત સેવાભાવી પોલીસ પરિવાર સહિત વિવિધ શૈક્ષણિક સંકુલ અને શાળા કોલેજ , અખિલ ભારતીય શૈક્ષીક મહા સંઘના અન્ય શહેર અને ગામ માં […]

કોંગ્રેસ છોડનાર અરવિંદ સિંહ લવલી સહિત પાંચ નેતા ભાજપામાં જોડાયાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદ સિંહ લવલી સહિત પાંચ કોંગ્રેસી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. લવલી ઉપરાંત રાજકુમાર ચૌહાણ, નીરજ બસોયા, અમિત મલિક અને નસીબ સિંહ પણ ભાજપમાં જોડાયા હતા. આ તમામને દિલ્હી પ્રદેશ વિરેન્દ્ર સચદેવા દ્વારા આજે બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં સામેલ કરવામાં […]

નવા સંસદભવનના ઉદ્ધાટનના બહિષ્કાર કરનાર પાર્ટીઓમાં RJD-NCPનું નામ પણ જોડાયું

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ યોજાનાર સમારોહનો અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. તેમાં રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નામ પણ જોડાયાં છે. સમાન વિચારધારા ધરાવતા વિરોધ પક્ષોના નેતાઓએ સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની ચર્ચા કરી છે. તેમજ ટૂંક […]

આત્મનિર્ભર ભારતઃ દેશમાં 1310થી વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડાયાં

નવી દિલ્હીઃ ભારત સરકાર અને અરુણાચલ પ્રદેશ સરકારના સંયુક્ત પ્રયાસમાંથી મોબાઈલ ફોનના 254 જેટલા 4G મોબાઈલ ટાવર કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. જેથી 336 ગામના લોકોને મોબાઈલ ફોનનું નેટવર્ક સરળતાથી મળશે. આ ક્ષેત્રના રહેવાસીઓને શિક્ષણ, આરોગ્ય, ઈ-કોમર્સ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સામાજિક-આર્થિક વિકાસ માટે હાઇ-સ્પીડ નેટવર્ક કનેક્ટિવિટી અને વિવિધ ડિજિટલ સેવાઓને ઍક્સેસ કરવામાં […]

આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ભારત યાત્રામાં જોડાયાં

અજમેરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા રાજસ્થાનના સવાઈ માધોપુરના ભદોતીથી શરૂ થઈ હતી. દરમિયાન RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન થોડા સમય માટે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન ડૉ. રાજન રાહુલ ગાંધી સાથે ચાલ્યા અને આર્થિક મુદ્દાઓ વગેરે પર ચર્ચા કરી. મુખ્યમંત્રી અશોક ગેહલોત, સચિન પાયલટ, ઘણા મંત્રીઓ અને […]

ચૂંટણી ટાણે પક્ષપલટાની મોસમ, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઉઠતી હોય છે. ગઈકાલે જ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાના પૂત્રને ટિકિટ અપાવવાના મોહમાં કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યાર બાદ આજે તલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે પણ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા હતા. આમ કોંગ્રેસને ચૂંટણી ટાણે જ મોટો ફટકો […]

ભાવનગરમાં તિરંગા મહોત્સવ, નાગરિકો મોટી સંખ્યામાં હાથમાં તિરંગાને લઈને ઉમટી પડ્યાં

ભાવનગરઃ શહેરમાં તિરંગોત્સવ ભારે ઉત્સાહ ઇને ઉમંગથી ઊજવાયો હતો. તિરંગા યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં પણ અનેક નાના-મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેમાં ભાવનગર શહેરમાં પોલીસ બેન્ડ, વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code