1. Home
  2. Tag "junagadh"

સમગ્ર સોરઠ પંથકમાં મેઘાની મહેર, ગિરનારના પગથિયા પરથી પાણી વહેવા લાગતા અનોખો નજારો સર્જાયો

જૂનાગઢઃ સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે દિવસ દરમિયાન રાજકોટના ધોરાજીમાં ત્રણ ઈંચ, જુનાગઢના વિસાવદર, વંથલી, પોરબંદરના કુતિયાણા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જુનાગઢ શહેર અને તાલુકામાં આજે મેઘરાજા મનમૂકીને વરસતા ચારેકોર પાણી પાણી કરી દીધા હતા. શહેરમાં સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેર બપોરે 2 વાગ્યા સુધી અવિરત રહી હતી. ચાર કલાકમાં ચાર […]

દેશના એકમાત્ર સિંહોના બ્રિડીંગ સેન્ટર જુનાગઢના સક્કરબાગ ઝૂમાં 5 વર્ષમાં 52 સિંહબાળનો જન્મ થયો

જૂનાગઢઃ શહેરના સક્કરબાગ ખાતે ચાલુ વર્ષ 2021માં 14 સિંહબાળનો જન્મ થયો છે. દરમિયાન હજુ 5 મહિના બાકી હોય વધુ સિંહબાળ જન્મ લેશે. પરિણામે અગાઉના વર્ષોનો રેકોર્ડ પણ તૂટી શકે તેવી સંભાવના હાલના તબક્કે વ્યક્ત થઇ રહી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના 150 વર્ષ જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રતિ વર્ષ દેશ વિદેશથી લાખ્ખોની […]

જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ

અમદાવાદઃ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સાવજોની ગર્જના હવે વધી રહી છે. સફળ પ્રજનન માટે પાયો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાવજોની દેખરેખને કારણે 18 મહિનામાં 40 સિંહબાળનો જન્મ થયો છે. ઝૂમાં દર વર્ષે પાંચથી છ સિંહબાળનો જન્મ થાય છે. જો કે, છેલ્લા 18 મહિનામાં 40 સિંહબાળના જન્મનો નવો રેકોર્ડ બન્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સક્કરબાગ ઝૂમાં વર્ષ […]

જૂનાગઢ સકકરબાગ ઝૂમાં ચાર નાના મહેમાનોનું આગમનઃ સિંહણે ચાર સિંહબાળને આપ્યો જન્મ

જૂનાગઢઃ શહેરના સકકરબાગ ઝૂમાં એકસાથે સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. સકકરબાગ ઝૂમાં રહેલ ડી-૨૨ નામની સિંહણે આંકોલવાડીથી લાવવામાં આવેલા સિંહ સાથે થયેલા સફળ સંવર્ધનને પગલે એકસાથે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જુનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશભરમાં જાણીતું છે. જેમાં અનેક પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયે દેશના અનેક પ્રાણી સંગ્રહાલયોને સિંહ જોડીની ભેટ […]

સ્વચ્છતા ફિલ્મ અમૃત મહોત્સવ અંતર્ગત ટૂંકી ફિલ્મોની સ્પર્ધાનું આયોજન

અમદાવાદઃ જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતા ફિલ્મ અમૃત મહોત્સવ અંતર્ગત ૧ થી ૫ મિનિટની ટૂંકી ફિલ્મોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશના નાગરીકો કે જેની ઉંમર ૧૦ વર્ષ કે તેથી વધુ હોય તે ભાગ લઇ શકશે. ગ્રામ્ય વિસ્તારની અન્ય સ્થાયી સંસ્થાઓ, સમુદાય આધારીત સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓ ભાગ લઇ શકશે. આ […]

જુનાગઢ કૃષિ યુનિનો પરિસંવાદઃ આ વર્ષે ચોમાસુ 10થી 12 આની રહેવાની શક્યતા

જૂનાગઢઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને ખેડુતો વાવણીની આગોતરી તૈયારીમાં પડ્યા છે. ત્યારે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેના પર સી મીટ છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ઓનલાઇન વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા આગાહીકારો જોડાયા હતા અને વરસાદનું પૂર્વાનુમાન રજુ કર્યું હતું. […]

જૂનાગઢનો તાજમહલ ટૂંક સમયમાં નવા રંગરૂપમાં જોવા મળશે, 60 % રિનોવેશન પૂર્ણ

રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા હાલમાં હેરિટેજ ઇમારતોના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે હાલમાં જૂનાગઢના ઐતિહાસિક ધરોહર ઉપરકોટ કિલ્લાનું રિનોવેશન ચાલી રહ્યું છે રિનોવેશનની કામગીરી હજુ ત્રણથી ચાર મહિના ચાલશે જૂનાગઢ: રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વર્તમાન સમયમાં હેરિટેજ ઇમારતોને તેના મૂળ સ્વરૂપે લાવવા અને તેના સંરક્ષણ અને જતન માટે તેના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. જૂનાગઢના […]

જુનાગઢની કૃષિ યુનિવર્સિટીએ ટોપની 75 યુનિમાં પ્રથમ સ્થાન મેળવ્યુ

જુનાગઢ :  વિશ્વ બેંકના પ્રોજેક્ટમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. દેશની 75 યુનિવર્સિટીઓમાં 88 માર્કસ સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. દેશની નામાંકિત કૃષિ યુનિવર્સિટીઓ તથા દિલ્હી સ્થિત આઇસીએઆરની ઇન્સ્ટિટયુટ્સને પાછળ છોડી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ બેંક દ્વારા […]

લો બોલો, જૂનાગઢ સિવિલમાં કોરોના મહામારી વચ્ચે કામ વિના આંટાફેરા કરતા 30 લોકો પકડાયાં

જૂનાગઢઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાનો ચેપ વધારે ન ફેલાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢ સિવિલમાં કામ વિના આંટાફેરા કરતા લોકોને ઝડપી લેવા માટે સિવિલ હોસ્પિટલ અને પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં […]

ગીર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલઃ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન

જૂનાગઢઃ  ગીર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આજે બપોર બાદ કમોસમી વરસાદ પડતા કેસર કેરીના પાકને નુકશાન થયુ હતું. પવન સાથે વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરી ગયા હતા. અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. તલાલા ગીર વિસ્તારમાં વરસાદ સાથે ભારે પવન ફુંકાયો હતો ગીર પંથકમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code