1. Home
  2. Tag "junagadh"

જુનાગઢમાં મહાશિવરાત્રી પર્વે રવાડીમાં સાધુ-સંતો મોટી સંખ્યામાં જોડાયા, મૃગીકૂંડમાં કર્યું શાહીસ્નાન

જુનાગઢઃ સુપ્રસિદ્ધ  ભવનાથ ખાતે મહાશિવરાત્રીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. ભવનાથથી પરંપરાગતરીતે તમામ સાધુ-સંતોના અખાડાઓ અને સ્વયંસેવકો સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાહી રવાડી નીકળી હતી. રવાડી પૂર્ણ થતાંની સાથે જ નાગા સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કર્યુ હતું. શિવરાત્રની મધ્ય રાત્રે ભવનાથ મંદિર ખાતે મહાઆરતી થઈ અને લાખો શ્રદ્ધાળુઓએ આ આરતીનો લહાવો લીધો  હતો.અને મૃગીકુંડમાં શાહીસ્નાન […]

જુનાગઢનું ભવનાથ હર હર મહાદેવના નાદ સાથે શિવમય બન્યું, કાલે શનિવારે રવાડી નિકળશે

જુનાગઢઃ  ભવનાથ ખાતેના મહા શિવરાત્રીના મેળામાં દેશભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ભવનાથની તળેટીમાં ભજન- ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમો આ પરંપરાગત મેળો મીની કુંભ ગણાય છે. દેશના ખૂણે ખૂણેથી સાધુ-સંતો મહંતો થાનાપતિઓ ગાદીપતિઓ મહામંડલેશ્વરો તેમજ જુદા જુદા અખાડાઓના 1008 મહામંડલેશ્વરો, યોગીઓ સહિતના સાધુ સંતો અને નાગા બાવાઓએ ધૂણી ધખાવી બંમ બંમ ભોલેના નાદ […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો

જુનાગઢઃ ભવનાથના સુપ્રસિદ્ધ  શિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ચાર દિવસના મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવી રહ્યા છે. ત્યારે આગામી ચાર દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો, નાગા સંન્યાસીઓ, અને દુર દૂરથી આવતા ભાવિકોની આ પવિત્ર મેળાની મજા માણશે. અખાડાના મહામંડલેશ્વર હરી ગીરી મહારાજ અને મહામંડલેશ્વરો,ભક્તો, ભવનાથના સાધુ સંતો જૂનાગઢના સત્તાધિશોની ઉપસ્થિતિમાં […]

જુનાગઢમાં કાલે બુધવારથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ, ભવનાથ મંદિર રોશનીથી શણગારાયું

જુનાગઢઃ ભવનાથ તળેટીમાં યોજાનારા શિવરાત્રીના મેળોનો શુભારંભ આવતીકાલે બુધવારથી થશે. લાખો ભાવિકોમાં મહાશિવરાત્રી ઉજવવા ભારે થનગનાટ છે, અને મેળાને લઈને ભવનાથ ક્ષેત્રમાં તૈયારીઓ  પૂર્ણ કરી દેવામાં આવી છે.  ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધીના રોડ પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. આવતી કાલે તા.15થી તા.18 સુધી ભવનાથ તીર્થક્ષેત્રમાં યોજાનારા મહા શિવરાત્રી મેળાને લીધે પોલીસ બંદોબસ્ત […]

જુનાગઢમાં ગાઢ ધુમ્મસ સર્જાયું, ગરવા ગિરનારે સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો સર્જાયા

જૂનાગઢઃ ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે ઉનાળાના આગમનની ઘડિયો ગણાય રહી છે. સાથે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધૂમ્મસ જોવા મળી રહ્યું છે. જેમાં જુનાગઢમાં આજે શુક્રવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસને લીધે વિઝિબીલીટી પણ ઘટી ગઈ હતી. અને ગરવા ગિરનારે જાણે સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢ શહેર હિલસ્ટેશન બન્યુ હોય તેવા દ્રશ્યો […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ, એસટીની 229 એક્સ્ટ્રા બસો દોડાવાશે

જૂનાગઢઃ શહેરના ભવનાથની તળેટીમાં આગામી તા. 15મીથી 18મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા મહા શિવરાત્રિના મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીઓની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી. શિવરાત્રિના મેળામાં ગામ-પરગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. વિવિધ આશ્રમો દ્વારા ભાવિકો માટે ઉતારા અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શિવરાત્રિનામેળી […]

જૂનાગઢના પ્રેમપરા અને રામપરા નજીકનો 38.23 હેક્ટર વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કરાશે

જુનાગઢઃ ગીરના જંગલમાં વનરાજોની વસતી વધતા જાય છે. એટલે સિંહ રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. ગીર જંગલ નજીક સરકારી રેવન્યુ લેન્ડને અભ્યારણ્ય જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. જેમાં જુનાગઢ નજીક આવેલા પ્રેમપરા, જાવલડી, રામપરાના 38.23 હેક્ટર વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરવાનો નિર્ણય રાજ્ય સરકાર  દ્વારા ટૂંક સમયમાં લેવાશે.  આ માટે મુખ્યમંત્રી કક્ષાએથી મંજૂરી […]

જુનાગઢમાં ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 4 યુવાનો ડૂબ્યા, એક યુવતી સહિત ત્રણના મોત

 જૂનાગઢઃ મકરસંક્રાંતિનો તહેવારના દિને જુનાગઢના માળિયાહાટિના તાલુકાના ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવા જતા ચાર યુવાનો ડેમમાં પડતા ડૂબ્યા હતા, જેમાં 3 યુવાનોનાં કરૂણ મોત નિપજ્યા હતા. આ બનાવથી ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક […]

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ,જાણો ક્યારથી શરૂ થશે મેળો અને શું હશે ખાસ

જૂનાગઢ, કલેકટર રચિત રાજના માર્ગદર્શનમાં મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.આ સંદર્ભે કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે યાતાયાતની વ્યવસ્થાઓ માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર રચિત રાજે મહાશિવરાત્રીના મેળાનું સુચારૂ આયોજન માટે એક લેખિત આદેશથી ૧૩ સમિતિઓની રચના કરી છે. […]

જુનાગઢમાં 7 વર્ષની બાળકીને દાદાના હાથમાંથી ઝૂંટવીને દીપડો જંગલમાં ખેંચી ગયો

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં દીપડાની વધતી જતી વસતી સાથે રંઝાડ પણ વધી રહી છે. ત્યારે જુનાગઢના સોનારડી ગામે શિકારની શોધમાં આવેલા દીપડાએ દાદાના હાથમાંથી ઝૂંટવીને સાત વર્ષની બાળકીને ગળાથી દબોચીને જંગલમાં ખેંચી જતો હતો. ત્યારે બુમાબુમ થતાં દીપડો બાળકીને છોડીને નાશી ગયો હતો. દીપડાંના હુમલામાં બાળકીનું મોત થયું હતુ.  આ બનાવથી ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code