1. Home
  2. Tag "junagadh"

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર પણ ભાજપની જીત , અમરેલી, ઊના, જુનાગઢમાં વિજ્ય

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.  ખાસ કરીને અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામો પર એક નજર કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગઢ રીતસરના ધરાશાયી થયો છે. અત્યાર સુધી અમરેલી, ધોરાજી, ઊના, પડધરી, મોરબી સહિતની બેઠકો કોંગ્રેસના ગઢ ગણાતાં હતા અને અહીં કોંગ્રેસના જ ઉમેદવારો જીતતા આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં જાણે […]

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

જૂનાગઢની પ્રાચીન ગરબીમાં હિન્દુ-મુસ્લિમ બાળાઓ સાથે ગરબે ધૂમે છે

અમદાવાદઃ નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે અને યુવાનો નવરાત્રિની ઉજવણીની તૈયારીઓમાં જોતરાયાં છે. દરમિયાન જૂનાગઢમાં પ્રાચીન ગરબીમાં માત્ર હિન્દુ જ નહીં પરંતુ મુસ્લિમ બાળાઓ પણ ગરબે રમીને માતાજીના આરાધના કરે છે. આ ગરબીને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. હાલ બાળાઓને ગરબાની તૈયારી કરાવવામાં આવી રહી છે. નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો […]

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષમાં ૩૦૦૦થી પણ વધુ થાય છે સર્જરી

અમદાવાદઃ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષમાં 3 હજારથી પણ વધુ સર્જરી થાય છે. એક મહિનામાં 250થી વધુ હાડકાના ઓપરેશનો થાય છે. ઓર્થોપેડીક વિભાગના ડો.પાલા સહિતની ટીમ દ્વારા રશિયન પધ્ધતિથી સર્જરીઓ કરવામાં આવે છે. આધુનિક સાધનોથી ગરીબ દર્દીઓના ઓપરેશનો થાય છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાડકાની ઉત્તમ સારવાર અને સર્જરી કરવામાં આવે છે. જેમાં ટૂંકા પગને લાંબા કરવા, […]

જુનાગઢ અને ગિર સોમનાથ જિલ્લો કેસર કેરી બાદ હવે નાળિયેરના ઉત્પાદનમાં અગ્રેસર બનશે

જૂનાગઢ : વિશ્વ કોકોનેટ ડે’ના કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રાસિંહ તોમર દ્વારા રાજયકક્ષાની છઠ્ઠી કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફીસનું ઈ-લોકાર્પણ જૂનાગઢ ખાતે કરાયુ હતું. કેન્દ્રીય મંત્રીએ  ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર વધે તે માટે  કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. નાળિયેરના પાકનું વાવેતર થાય અને ખેડૂતોને […]

જૂનાગઢના દામદોર કુંડમાં અમાસના સ્નાનનું મહાત્મ્ય, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

જુનાગઢઃ ભાદરવા મહિનામાં પિતૃ શ્રાદ્ધનું મહાત્મ્ય છે. ભાદરવી અમાસને લઇને જુનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે ભાવિકો પોતાના પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી ચડાવી અને તુલસી એ દીવો કરી પ્રાર્થના કરે છે. શ્રાવણ મહિનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસનું વિશેષ ધાર્મિક મહત્વ છે. જુનાગઢના ગિરનાર ક્ષેત્રમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં વહેલી સવારથી ગુજરાતભરમાંથી દામોદર કુંડમાં પિતૃ તર્પણ […]

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન શુક્રવારે જુનાગઢ,સોમનાથ અને દ્વારકાની મુલાકાત લેશે

રાજકોટઃ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એકવાર ગુજરાત પ્રવાસે શુક્રવારે આવી રહ્યા છે. જોકે આ વખતે તેઓ કોઈ જાહેરાત કે બીજા કોઈ હેતુથી નહીં પરંતુ સૌરાષ્ટ્રના ધાર્મિક પ્રવાસે આવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આધ્યાત્મિક ટુર ગીરનાર તીર્થ ક્ષેત્રની બની રહેશે.  બચ્ચન ભવનાથ તળેટીમાં આવેલા ગૌરખનાથ આશ્રમની મુલાકાત સાથે ભવનાથ મંદિર મહાદેવના દર્શન, ગિરનાર પર્વત પર અંબાના […]

જૂનાગઢ અને ભારત દેશની આઝાદીનો કંઈક આવો છે ઈતિહાસ,જાણો

રાજકોટ: સમગ્ર ભારત દેશ 15 ઓગષ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવે છે, દેશના લોકોમાં આ દિવસે અનેરો ઉત્સાહ પણ જોવા મળતો હોય છે, પણ આ દેશનું દૂર્ભાગ્ય પણ કહી શકાય કે જ્યારે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા રજવાડાઓએ ભારત સાથે ન જોડાવાની ઈચ્છા દર્શાવીને દેશની અખંડતા માટે તકલીફ ઉભી કરી હતી. આઝાદી સમયે જૂનાગઢ ભારત સાથે […]

જુનાગઢના સક્કરબાગ ઝૂમાં 150 સિંહ-દીપડાઓ સફારી પાર્ક અનોખું આકર્ષણ બન્યાં

જૂનાગઢ : શહેરમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એ માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં જાણીતું છે. જુનાગઢની મુલાકાતે પ્રવાસીઓ આવે ત્યારે અવશ્ય સક્કરબાગની મુલાકાત લેતા હોય છે.સિંહ દર્શનની પ્રવાસીઓને અપેક્ષા હોય છે. આ સુવિધા અગાઉ માત્ર સાસણમાં જ હતી. હવે ગિરનારમાં ઉભી કરવામાં આવી છે. પણ ત્યાં સિંહ દર્શનની ગેરંટી હોતી નથી. ત્યારે સિંહ દર્શન […]

નાના ભૂલકોને જ્ઞાન સાથે ગમ્મત કરી શકે તેવા ચિત્રો-ચાર્ટ સાથે ઉભી કરાઈ સ્માર્ટ આંગણવાડીઓ

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણમાં સુધારા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ઉંચી ફી વસુલતી ખાનગી શાળાઓ છોડીને લાખો વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે. આ ઉપરાંત આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને સુંદર વાતાવરણ મળી રહે તે માટે સ્માર્રટ આંગણવાડી કેન્દ્રો ઉભા કરવામાં આવી રહ્યાં છે. જૂનાગઢના ભેંસાણ અને વિસાવદરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code