રાજ્યમાં જુનિયર રેસિડન્ટ તબીબોની બીજા દિવસની હડતાળથી દર્દીઓ મુકાયા મુશ્કેલીમાં
અમદાવાદઃ રાજ્યમાં સરકારી તબીબો અને સરકાર વચ્ચે ગજગ્રાહ ચાલતો જ રહે છે. હાલ જુનિયર તબીબોએ આંદોલનનું રણશિંગુ ફુંક્યુ છે. હાલ જૂનિયર રેસિડેન્ટ તબીબોની હડતાળને બીજો દિવસ થયો છે. જોકે, રાજયમાં તબીબોની હડતાળને પગલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી છે. રાજયના મોટા શહેરમાં તબીબોએ બીજા દિવસે પણ પોતાની માગણીઓને લઇને હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ […]