1. Home
  2. Tag "Kankaria Zoo"

અમદાવાદના કાંકરિયા ઝૂમાં 2 વાઘણ અને ત્રણ દીપડા નાગપુરથી લવાયા

નાગપુર ઝૂંમાંથી 2 વાઘણ સહિત 5 પ્રાણીઓને લવાયા, કાંકરિયા ઝૂમાં 8 વાઘ-વાઘણ છે, નાગપુર ઝૂને 90થી વધુ ફસુ-પક્ષિઓ ભેટમાં અપાયા અમદાવાદઃ પ્રાણી-પશુઓ અને પંખીઓના એક્સચેન્જ પોગ્રામ અંતર્ગત અમદાવાદના કાંકરિયા ઝૂંને બે વાઘણ અને 3 દીપડા-દીપડીની જોડી નાગપુર ઝૂમાંથી ભેટમાં મળી હતી. નાગપુર ખાતે આવેલા ગોરેવાડા પ્રોજેકટના વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ સેન્ટરમાંથી 2 વાઘણ અને 3 દીપડા-દીપડીની […]

અમદાવાદના કાંકરિયા ઝૂમાં કડકડતી ઠંડીના આગમન પહેલા પંખી અને પ્રાણીઓને માટે વ્યવસ્થા

અમદાવાદઃ ગુજરાતમાં માવઠા બાદ હવે ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. જેમાં ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહથી કડકડતી ઠંડી અનુભવાશે. એવો હવામાન વિભાગે વર્તારો આપ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા કમળા નહેરૂ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીમાં હુંફ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા મ્યુનિ. સંચાલિત કમળા નહેરૂ […]

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આજથી સપ્તાહ સુધી 12 વર્ષ સુધીના બાળકોને ફ્રી પ્રવેશ

અમદાવાદઃ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આજથી તા 7મી  ઓક્ટોબર સુધી 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામા આવશે. વન્ય પ્રાણી સપ્તાહની ઊજવણી અંતર્ગત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી તા. 7 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત આ એક સપ્તાહ સુધી પ્રાણી સંગ્રહાલયમાં સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી 12 વર્ષ […]

અમદાવાદઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં શહેરીજનો બે રોયગલ બેંગાલ ટાઈગ્રસ પણ નિહાળી શકશે

અમદાવાદઃ શહેરના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીં રહેલા વિવિધ પ્રજાતિના પશુઓ અને પક્ષીઓને નિહાળે છે. આગામી દિવસોમાં હવે શહેરીજનો વધારે બે રોયલ બેંગાલ ટાઈગર પણ નિહાળી શકશે. આ બંને ટાઈગર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને ઔરંગાબાદ ઝૂએ આપ્યાં છે. હાલ અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, હાથી અને વાઘ સહિત […]

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બે વર્ષનાં બે બેંગાલ ટાઇગરને લવાયા,

અમદાવાદ: શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બે બાળ વાઘણને  લાવવામાં આવી છે. ઔરંગાબાદના  સિધ્ધાર્થ પ્રાણી સંગ્રહાલયમાંથી  બે રોયલ બંગાળ વાઘણ અને 6 કાળિયાર હરણ લાવવામાં આવ્યા છે. કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને મહારાષ્ટ્રમાં આવેલા ઓરંગાબાદ પ્રાણીસંગ્રહાલય દ્વારા અલગ અલગ પ્રાણીઓની અદલા- બદલી કરવામાં આવી છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાંથી એક નર અને બે માદા એમ ત્રણ શિયાળ, એક અને […]

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓને ગરમીથી બચાવવા માટે એસી-કૂલરો મુકાયા

અમદાવાદ:  શહેરમાં અસહ્ય ગરમીમાં લોકો આકૂળ-વ્યાકૂળ બની ગયા છે ત્યારે પશુ-પંખીઓની હાલત વધુ કફોડી બની ગઈ છે. બપોરના સમયે પશુ-પંખીઓ લીલાછમ વૃક્ષોનો છાયડો નીચે ઊભા રહીને ગરમીથી બચવાના પ્રયાસો કરતા હોય છે. જ્યારે શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓને યોગ્ય ઠંડક મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પંખીઓ માટે […]

અમદાવાદમાં કાંકરિયા ઝૂના પ્રાણીઓને દત્તક લેનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદઃ  શહેરના કાંકરિયા ઝૂની મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.1951માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં દાતાઓ પ્રાણીઓને દત્તક લે […]

અમદાવાદમાં તાપમાન વધતા કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ-પંખીઓ માટે એર કૂલર મુકાયાં

અમદાવાદઃ  શહેરમાં  ઉનાળાના પ્રારંભથી જ ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે.  માર્ચની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40ને પાર થઈ જતાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પણ પશુ-પંખીઓને  ગરમીના પ્રકોપથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કુલ 25 જેટલા એર કૂલર લગાવવામાં આવ્યા છે. તેમજ સવાર સાંજ પાણીનો […]

કોરોનાને લીધે અમદાવાદના કાંકરિયા ઝૂંમાં મુલાકાતીઓની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. લોકોમાં પણ કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના રિવર ફ્રન્ટ, કાંકરિયા લેક અને ઝૂ, વગેરે હરવા-ફરવાના સ્થળોએ લોકો છા જોવા મળી રહ્યા છે. શહેરના કાંકરિયા લેક્ફ્રન્ટ અને ઝૂ ખાતે દિવાળી પછી વીકએન્ડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code