કેન્દ્રની વધુ એક ભેટ, અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનની કરોડો રૂપિયાના ખર્ચે કાયાપલટ થશે
ગાંધીનગરઃ દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમદાવાદ સાથે જ નવી દિલ્હી અને CSMT, મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે ₹10,000 કરોડનો ખર્ચ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]