1. Home
  2. Tag "kejriwal"

જેલમાં અઠવાડિયામાં પાંચ વખત વકીલોને મળવાની કેજરિવાલની માંગણી કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જેલમાં વકીલોને અઠવાડિયામાં પાંચ વખત મળવાની માંગ કરતી સીએમ કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ 21 માર્ચે ED દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થતા […]

કેજરીવાલના મંત્રી કૈલાશ ગહલોત 5 કલાક બાદ ઈડી ઓફિસથી નીકળ્યા, શરાબ ગોટાળામાં થઈ પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હી રાજ્યની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીની દારૂ ગોટાળાને લઈને મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. શનિવારે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહલોતને પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. એજન્સીએ તેમને શનિવારે રજૂ થવાના નિર્દેશ આપ્યા હતા. ઈડીના સમન બાદ કૈલાશ ગહલોત ઈડી ઓફિસ પહોંચ્યા હતા.  ત્યાં તેમની પાંચ કલાક જેટલી લાંબી પૂછપરછ […]

કેજરીવાલને કોર્ટમાંથી આંચકો, હવે પહેલી એપ્રિલ સુધી લંબાયા ઈડીના રિમાન્ડ

નવી દિલ્હી: કથિત દારુ ગુટોળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં એરેસ્ટ થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે પહેલી એપ્રિલ સુધી ઈડીની રિમાન્ડમાં રહેવું પડશે. રાઉજ એવેન્યૂ કોર્ટે ફરી એકવાર રિમાન્ડને લંબાવી છે. ઈડીએ કેજરીવાલની કસ્ટડી સાત દિવસ માટે લંબાવવાની માગણી કરી હતી. પરંતુ કોર્ટે દિલ્હીના સીએમને 4 દિવસ માટે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીને સોંપ્યા છે. […]

કેજરીવાલની ધરપકડ પર વિદેશી હસ્તક્ષેપની કોશિશો!: જર્મની પછી અમેરિકાએ કહ્યુ, તટસ્થ-પારદર્શક હોય ન્યાય

નવી દિલ્હી: શરાબ ગોટાળામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ હવે અમેરિકાએ પણ આકરો વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું છે કે તે ભારતના મુખ્ય વિપક્ષી નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ છે કે અમે ભારતના મુખ્ય વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડના રિપોર્ટ્સ પર નજર રાખી […]

‘તમારો ભાઈ, તમારો દીકરો લોખંડનો બનેલો છે, ઘણો મજબૂત છે’ પત્ની સુનીતાએ વાંચી સંભળાવ્યો CM કેજરીવાલનો વીડિયો મેસેજ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પતિનો જેલમાંથી મોકલવામાં આવેલો સંદેશ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલનો સંદેશ વાંચતા કહ્યું હતું કે મારા પ્યારા દેશવાસીઓ, મારી ધરપકડ કરી લેવામાં આવી. હું અંદર રહું અથવા બહાર દરેક પળ દેશની સેવા કરતો રહીશ. મારી જિંદગીની એક-એક ક્ષણ દેશ માટે સમર્પિત છે, મારા […]

માત્ર ઈમામોને વેતન કેમ? PIL કોર્ટે કેજરીવાલ સરકારનો માંગ્યો જવાબ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હી વક્ફ બોર્ડને એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા નોટિસ જાહેર કરી છે. આ પીઆઈએલમાં સરકારી નાણાંથી ઈમામો અને મુઅજ્જિનોને વેતન આપવાની નીતિને પડકારવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 22 જુલાઈએ થશે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે, એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને […]

ઈડીના સમનનું સમ્માન થવું જ જોઈએ, સુપ્રીમ કોર્ટે કહ્યું એજન્સી કોઈને પણ બોલાવી શકે

નવી દિલ્હી: ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટેડના સમનને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પીએમએલએની કલમ-50 હેઠળ જો કોઈને તલબ કરવામાં આવે છે, તો તેણે સમનનું સમ્માન કરવું પડશે અને તેનો જવાબ પણ આપવો પડશે. ખાસ વાત એ છે કે કોર્ટ તરફથી આ ટીપ્પણી એવા સમયે આવી છે, […]

ભાજપ આઈટી સેલ સાથે જોડાયેલા બદનક્ષી કેસમાં કેજરીવાલે SCમાં ભૂલ સ્વીકારી

નવી દિલ્હી : ભાજપ આઈટી સેલ સાથે જોડાયેલા બદનક્ષીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ભૂલ સ્વીકારી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તેમણે કથિત અપમાનજનક વીડિયોને રિટ્વિટ કરવાની ભૂલ કરી છે. તેણે બાદમાં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટમાં આ કેસની સુનાવણી પર 11 માર્ચ સુધી રોક લગાવી દીધી છે. કેસને […]

કેજરીવાલે PM બનવાના સપના જોતા રાહુલ ગાંધીને ઓકાત દેખાડી, દિલ્હીમાં કૉંગ્રેસને AAPએ માત્ર 1 બેઠક કરી ઓફર!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવતા-આવતા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બનેલા ઈન્ડિયા ગઠબંધનના વિખંડનની હવે શરૂઆત થઈ ચુકી છે. જનતાદળ યૂનાઈટેડ વિપક્ષી ગઠબંધનથી હટીને એનડીએમાં ભાજપ સાથે જોડાય ગયું છે. તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસીએ પણ કોંગ્રેસને માત્ર બે બેઠકો ઓફર કરીને એક રીતે કોંગ્રેસને તેની ઓકાત દેખાડીને એકલાહાથે ચૂંટણી લડવાના સંકેત આપી […]

INDI ગઠબંધનને મોટો આંચકો આપવાની તૈયારીમાં AAP! કેજરીવાલ કૉંગ્રેસથી નારાજ

નવી દિલ્હી: જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી ઈન્ડી ગઠબંધનને બાય-બાય કરી દીધું. હવે ઈન્ડી ગઠબંધનના ઘટકદળો કોંગ્રેસને આંખો દેખાડી રહ્યા છે. ટીએમસી અધ્યક્ષ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ બાદ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખાસા નારાજ દેખાય રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code