જુનાગઢના કેશોદ, માળિયા, અને માંગરોળમાં 3.5 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા
રાજકોટઃ સૌરાષ્ટ્રના સોરઠ પંથકમાં સોમવારે સાંજના સમયે હળવા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, માળિયા હાટિના, માંગરોળ અને કેશોદમાં સમીસાંજે 3.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ લોજિકલ રિસર્ચ સેન્ટર દ્વારા પણ હળવા ભૂકંપના આંચકોની પુષ્ટી કરવામાં આવી હતી. સોરઠ પંથકમાં માળીયાહાટી,અને કેશોદ તાલુકાના અનેક ગામોમાં સોમવારે સમી સાંજના 6.24 […]