1. Home
  2. Tag "kevadia"

કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થાઃ કેન્દ્રીય પ્રધાન ભુપેન્દ્ર યાદવ

અમદાવાદઃ ગુજરાતના કેવડીયા ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભુપેન્દ્ર યાદવે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં ડાયરેકટર જનરલ સુભાષ ચંદ્રા, કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં એડીશનલ ડાયરેકટર જનરલ (વાઇલ્ડ લાઇફ) […]

કેવડિયાના શુલપાણેશ્વર મંદિર પાસે નર્મદા ઘાટ પૂર્ણતાને આરે, રોજ નર્મદા મૈયાની આરતી કરાશે

રાજપીપળાઃ ઉત્તરપ્રદેશના વારાસણીના ગંગાઘાટની થીમ પર ગુજરાતના કેવડિયા નજીક ગોરા ખાતે 14 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાઘાટ તૈયાર થઇ રહ્યો છે. આ ઘાટ પર રોજ આરતી થશે અને શ્રદ્ધાળુઓ નર્મદા નદીના આ ઘાટ પર સુરક્ષિત રીતે સ્નાન કરી શકશે. આ ઘાટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે.  વડાપ્રધાન નરેન્દ્ર  મોદી મહાઆરતી કરીને આ ઘાટનું લોકાર્પણ કરશે. સૂત્રોના […]

ગુજરાતે પર્ફોમન્સ પોલિટિક્સની શરૂઆત કરીને દેશની રાજનીતિ બદલી નાંખીઃ રાજનાથસિંહ

વડોદરાઃ ગુજરાત ભાજપની ત્રિદિવસીય કારોબારી કેવડિયામાં સરદાર સરોવર નજીક ટેન્ટસિટીમાં ચાલી રહી છે. કારોબારીનો આજે બીજો દિવસ હતો. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ  પ્રદેશ ભાજપની કારોબારીમાં ઉપસ્થિત રહેતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજનાથસિંહ સહિતના નેતાઓએ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કારોબારીમાં સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સફળતાનું […]

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતના કેવડિયા ખાતે રાજ્યો/સંઘ પ્રદેશોની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે

કેવડિયા: આ પરિષદ સુપોષિત ભારતના આપણા લક્ષ્યને ફરી નિશ્ચિત કરશે જે કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં સંકલિત પ્રયાસો દ્વારા જ હાંસલ થઈ શકે છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે જેમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજાપરા ઉપસ્થિત રહેશે અને  વિવિધ રાજ્યોના પ્રધાનો અને રાજ્યો/સંઘ પ્રદેશોના મહિલા […]

ગુજરાત ભાજપની પૂર્ણ કારોબારીની બેઠક રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 1લી સપ્ટેમ્બરથી કેવડિયામાં યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવાથી દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી તારીખ 1લી સપ્ટેમ્બરથી 3જી સપ્ટેમ્બર દરમિયાન કેવડિયા ખાતે ભાજપની કારોબારી મળી રહી છે ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને મિશન  2022ના માઈક્રો પ્લાનિંગની શરૂઆત કરવામાં આવશે આ ઉપરાંત ગુજરાત ડિજિટલ કનેકટ પ્રોજેકટ લોન્ચિંગ કરાશે અને […]

55 વર્ષીય અભિનેતા મિલિન્દ સોમનનું સાહસ ‘રન ફોર યુનિટી’ – મુંબઈથી 450 કિમીની પદયાત્રા આજે સ્ટેચ્યું ઓફ યુનિટી પહોંચશે

મિલિન્દ સોમનનું સાહસ 450 કિમીની પદયાત્રા કરી આજે કેવડિયાની મુકાત લેશે એકતા સંદેશ માટે રન ફોર યુનિટીનું આયોજન અમદાવાદઃ- બોલિવૂડના 55 વર્ષિય અભિનેતા મિલિન્દ સોમન તેમની ફિટનેસને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે, ત્યારે તેઓ હવે ફરી વખત ચર્ચાનો વિષ્ય બન્યા છે, જો કે E વખતે મૂળ વાત તો તેમની ફિટનેસ પર જ આવીને અટકે […]

નર્મદા ડેમ વિસ્તારમાં ભૂકંપનો આંચકો, કેવડિયાથી 50 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના આસપાસના વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જો કે, ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં 1.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જો કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમને આ ભૂકંપના […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પાંચ એકર જમીનમાં 100 કરોડના ખર્ચે ભૂલભુલૈયા ગાર્ડન બનાવાશે

અમદાવાદઃ રાજ્યમાં કેવડિયા કોલોની નજીક આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે. છેલ્લા બે વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિકાસને ચાર ચાંદ લાગી ગયા છે. કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 5 એકર જમીનમાં ભુલભુલૈયા ગાર્ડન તૈયાર કરાઇ રહ્યો છે. ગત વર્ષે 17 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ એક દિવસમાં […]

કેવડિયાના જંગલ સફારી પાર્કમાં બ્લેક પેન્થરનું આગમન

અમદાવાદઃ નર્મદ નદીના કિનારે સરદાર પટેલની વિશાળ પ્રમિતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે કેવડિયામાં આકાર પામેલા જંગલ સફારી પાર્ક સહિત સ્થળોની મુલાકાત લે છે. હવે જંગલ સફારી પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓ બ્લેક પેન્થરની સાથે હિપ્પોપોટેમસ પણ નિહાળી શકાશે. મધ્ય પૂર્વ ભારતમાં જોવા મળતા બ્લેક […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે પ્રવાસીઓએ લીધી મુલાકાત

અમદાવાદઃ દુનિયાના સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડિયા આવે છે. ટુંકાગાળામાં વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન મેળવનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. કેવડિયા સુધી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા નદીના કિનારે કેવડિયા ખાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code