નર્મદા જિલ્લાના કોટવાળિયા આદિવાસી સમાજનો સર્વે કરીને વિવિધ યોજનાકીય લાભો અપાશે
રાજપીપળાઃ પર્ટીક્યુલર વલ્નરેબલ ટ્રાઈબલ ગ્રુપ (પીવીટીજી) એટલે કે આદિમ જૂથના આદિવાસી પરિવારોને વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો આપવા માટે પીએમ જનમન કાર્યક્રમ થવાનો છે ત્યારે નર્મદા જિલ્લામાં વસતા કોટવાળિયા સમૂહનો આ જૂથમાં સમાવેશ થાય છે. એક સદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બોમ્બે પ્રેસિડેન્સી હેઠળના વિસ્તારોમાં માત્ર 413 વ્યક્તિઓ આ જૂથના હતા. આજે નર્મદા જિલ્લામાં 4676 કોટવાળિયા […]