1. Home
  2. Tag "kutch"

ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,3.0ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી : ગુજરાતના કચ્છ જિલ્લામાં ગુરુવારે સાંજે 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, તેનું કેન્દ્ર ભચાઉ નજીક હતું. જિયોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (ISR) એ આ જાણકારી આપી. ગાંધીનગર સ્થિત સંસ્થાએ જણાવ્યું હતું કે ભૂકંપ સાંજે 6.40 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્રબિંદુ જિલ્લાના ભચાઉથી 19 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. આ ક્ષેત્રમાં 17 મેના રોજ ભૂકંપ પણ આવ્યો હતો, જેની […]

કચ્છના નાની વિરાણી ગામે ફાયરિંગ કરી નાસેલા 4 શખસોને પોલીસે 66 કિમી પીછો કરીને દબોચ્યા

ભૂજઃ કચ્છ જિલ્લામાં એક ફિલ્મી સ્ટાઈલની ઘટના બની હતી.. પૈસાની લેવડદેવડના વિવાદનું સમાધાન કરવા આવેલા યુવકોને હીરોગીરી કરવાનું ભારે પડી ગયું હતું. માંડવી તાલુકાના નાની વિરાણી ગામે ફુલ સ્પીડમાં કાર હંકારીને આવેલા યુવાનોને ગામના સરપંચે ઠપકો આપતા યુવાનોએ રિવોલ્વર કાઢી હતી. દરમિયાન ગામના લોકો ભેગા થઈ જતાં યુવાનો ફાયરિંગ કરીને ભાગ્યા હતા. દરમિયાને ગામના સરપંચે […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી, 4.2ની તીવ્રતા નોંધાઈ

કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિલોમીટર લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. ધરા ધ્રુજતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપના આંચકામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર લગભગ 4.2 નોંધાઈ નહીં. સુત્રોના જણાવ્યા […]

કચ્છના રાપરમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ, તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા,

ભૂજઃ કચ્છમાં ઉનાળો આકરો બનતા ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે.બીજી બાજુ કચ્છની જીવાદોરી સમાન નર્મદા બ્રાન્ચ કેનાલ સમારકામ માટે આગામી બે માસ સુધી બંધ કરવામાં આવી છે. ખાસ કરીને વાગડ વિસ્તારના રાપર તાલુકામા પીવાના પાણીનો  કોઈ વિકલ્પ ના હોવાથી અનેક ગામોમાં પીવાના પાણીની મોકાણ શરૂ થઈ છે. તાલુકા મથક રાપર શહેરમાં […]

રાખમાંથી બેઠા થાય એ ખમીરવંતા કચ્છી માડુ : CM ભૂપેન્દ્ર પટેલ

ભુજ,: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ભુજ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંચ પરથી પ્રતિકરૂપે ૨૦ લાભાર્થીઓને મુખ્યમંત્રી  ના હસ્તે સનદ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોનું અભિવાદન ઝીલતા જણાવ્યું હતું કે, આજે મોટા પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે […]

કચ્છના બન્ની વિસ્તારમાં પાણી અને ઘાસચારાની તંગી સર્જાતા માલધારીઓની પશુઓ સાથે હિજરત

ભૂજઃ જળ એ જ જીવન છે. કચ્છ જિલ્લો છેલ્લા દશકાથી નર્મદાના નીરથી પાણીદાર બન્યો છે. પરંતુ તંત્રની અણ આવડત કહો કે ગમે તે હજુ ઘણાબધા વિસ્તારોમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની પણ વિકટ સમસ્યા ઊભી થતી હોય છે. જેમાં સરહદી વિસ્તાર અને છેવાડાના એવા સૂકા મલક બન્ની વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો માલધારીઓ કરી […]

કચ્છના જખૌ નજીક ટાપુ ઉપરથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળ્યાં

BSFના પેટ્રોલીંગમાં મળ્યા પેકેટ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરુ કરી અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ 1600 કિમી લાંબા દરિયા કિનારા ઉપર સઘન પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન કચ્છના જખૌ નજીક આવેલા ટાપુ પર BSFને પેટ્રોલીંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. આ અગાઉ […]

કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ભચાઉ નજીક નોંધાયું કેન્દ્રબિંદુ

કચ્છમાં ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ગઈકાલે નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ અમદાવાદઃ રાજ્યમાં ફરીએકવા ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ વખતે રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાં ધરા ધ્રુજી હતી. ભૂકંપના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું અને તેની તીવ્રતા લગભગ 3.2 નોંધાઈ હતી. જો કે, […]

કચ્છના માતાના મઢમાં ચૈત્રી નવરાત્રીનો 21મી માર્ચથી પ્રારંભ, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે

ભુજઃ કચ્છના સુપ્રસિદ્ધ અને ભૂજથી 100 કી.મી. અંતરે આવેલા તિર્થધામ માતાના મઢ લાખો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશથી અનેક ભાવિકો માતાના મઢ એવા આશાપુરા માતાજીના દર્શનાર્થે આવે છે. માતાના મઢમાં  દરવર્ષે  ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે  ઊજવવામાં આવે છે. આધ્યશકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. જ્યારે ચૈત્રીનવરાત્રી શકિતની ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. […]

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતા નોંધાઈ

ભુજ:ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધવામાં આવી છે.જોકે હાલમાં આ ભૂકંપ બાદ કોઈ નુકસાનના સમાચાર નથી.આ પહેલા રવિવારે પણ બે આંચકા અનુભવાયા હતા, જેમાંથી એકની તીવ્રતા 4.3 હતી.સોમવારે સવારે 10.49 કલાકે ભૂકંપ આવ્યો હતો.ભૂકંપનું કેન્દ્ર કચ્છના લખપતથી 62 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું. રવિવારે રાજકોટમાં બપોરે 3.21 વાગ્યે 4.3ની તીવ્રતાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code