1. Home
  2. Tag "kutch"

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર, કચ્છમાં હીટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ત્યારે અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયેલું છે. ત્યારે હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 32 ડિગ્રીથી […]

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને તાકીદ કરી  છે. દેશના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર […]

કચ્છની વર્ષો જુની હસ્તકલા અજરખ’ને મળ્યો GI ટેગ, નવી ઓળખ મળતા હસ્ત કારીગરોને લાભ થશે

ભૂજઃ કચ્છ પ્રદેશની હસ્તકલા અજરખ’ને GI ટેગ મળતા હવે વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની ખ્યાતિ ચોમેર પ્રસરશે. 500 વર્ષ જૂની અજરખ કલાને જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન મળતા હવે કચ્છના કલાકારો હરખાયા છે. છેલ્લાં 10 વર્ષોથી કલાકારો દ્વારા આ ટેગ મેળવવા પ્રયાસો કરાઈ રહ્યા હતા. ત્યારે આખરે હવે કચ્છી હસ્તકલાને નવી ઓળખ મળી છે. અમદાવાદમાં જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત […]

કચ્છમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ ઝાડીમાં લાગેલી આગને ભારે જહેમત બાદ ફાયર વિભાગે બુજાવી

ભૂજઃ કચ્છમાં સોમવાર સુધી માવઠાનું વાતાવરણ રહ્યા બાદ મંગળવારથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ત્યારે એક જ દિવસમાં ઝાડી-ઝાંખરામાં આગ લાગવાના ત્રણ બનાવો બન્યા હતા.આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈને ભારે જહેમત બાદ આગને બુજાવી દીધી હતી. ત્રણેય સ્થળે ફાયર વિભાગની તાકીદની કામગીરી થી જાનમાલની નુકશાની ટળી હતી. ભચાઉના ફાયર બ્રિગેડના સૂત્રોએ […]

કચ્છમાં માંડવીના નાની ખાખર પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ભૂજઃ નર્મદા યોજનાથી કચ્છને સારોએવો લાભ મળ્યો છે. નર્મદાના કેનાલ દ્વારા સિંચાઈ માટે પણ સુવિધા આપવામાં આવી છે. નર્મદા કેનાલમાં ગાબડાં પડવાના બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે. ત્યારે માંડવી તાલુકાના નાની ખાખર અને મુન્દ્રા તાલુકાના મોટી ખાખર ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતાં લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ભર ઉનાળે […]

કચ્છઃ ભુજ-ભચાઉ હાઈવે પર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

જીપના ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો અકસ્માતની આ ઘટનામાં પાંચ વ્યક્તિઓને ઈજા પોલીસે સમગ્ર ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં જ મોટરકાર કેનાલમાં ખાબકવાની ઘટના બની હતી. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં કચ્છમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ […]

કચ્છના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં મળેલી 500 કબરો કોની છે, કોણ હતા આ લોકો?

ભુજ: ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામના બહારી વિસ્તારમાં ખોદકામ દરમિયાન 500 કબરોવાળા એક સામુહિક કબ્રસ્તાનની જાણકારી મળી હતી. આ ખોદકામ 2018-19માં કેરળ યુનિવર્સિટી અને કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ સાથે મળીને કર્યું હતું. ત્યારે આ સવાલ હતો કે આ કબરો કોની છે?શું તે આસપાસની કોઈ મોટી માનવ વસાહતનું કબ્રસ્તાન હતું અથવા કંઈક બીજું?  પુરાતાત્વિક ટીમ સતત […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 2,9ની તિવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો, ભચાઉથી 14 કિમી દુર કેન્દ્ર બિન્દુ

ભૂજઃ કચ્છ જિલ્લામાં સમયાંતરે ભુકંપના આચકાઓ આવતા રહે છે.  ત્યારે ગુરુવારની મધરાત બાદ 3:25 મિનિટે ભચાઉ તાલુકાના કડોલ નજીક 2.9ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો, ત્યારબાદ શુક્રવારે સવારે 9.12 મિનિટે એજ વિસ્તારમાં 2.8ની તિવ્રતા ભુકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીએ પણ ભૂકંપના હળવા આંચકાની નોંધ લીધી હતી. કચ્છમાં સમયાંતરે ભૂકંપના આચકાઓ અનુભવાતા હોય […]

કચ્છમાં ઉનાળાના પ્રારંભે 3 ડેમો તળિયા ઝાટક, 20 ડેમોમાં માત્ર 37 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

ભૂજઃ ઉનાળાનો પ્રારંભ થતાં જિલ્લાના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થયા છે. કચ્છમાં 20 જેટલા મધ્યમ સિંચાઇના ડેમો આવેલા છે જેમાંથી ત્રણ ડેમમાં પાણીનો જથ્થો નહિવત છે. બાકીના જળાશયોમાં  માત્ર 37.05 ટકા જેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ હવે તળિયાઝાટક થવાની તૈયારીમાં છે. જિલ્લાના 7 જેટલા ડેમો એવા પણ છે […]

NHPC કચ્છ જિલ્લાના ખાવડા ખાતે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદઃ એનએચપીસી લિમિટેડ, ભારતની પ્રીમિયર હાઇડ્રોપાવર કંપની અને પાવર મંત્રાલય હેઠળની કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના 1,125 મેગાવોટના આરઇ પાર્કમાં 200 મેગાવોટ ક્ષમતાનો સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે બિડ જીતી છે. આ પ્રોજેક્ટ ચાલુ થયાના પ્રથમ વર્ષમાં લગભગ 473 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને 25 વર્ષના સમયગાળામાં પ્રોજેક્ટમાંથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code