1. Home
  2. Tag "kutch"

કચ્છમાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલામાં “સમુદ્રી સીમાદર્શન” હવે કરી શકાશે

અમદાવાદઃ ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતના કચ્છ જિલ્લામાં કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તારમાં આજથી “સમુદ્રી સીમાદર્શન”નો પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ ગાંધીનગરથી વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી લક્કી નાલા વિસ્તારમાં પ્રથમ બોટ રાઈડની ફિઝિકલી શુભારંભ કરાવ્યો હતો. હવે સમુદ્રી સીમાદર્શન કરી શકાશે. જેથી આગામી દિવસોમાં […]

કચ્છની દરિયાઈ સીમા ઉપર નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા ATSની ચાંપતી નજરઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ કચ્છ અને ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોના જથ્થાને પકડવા લેવાયેલ પગલા અંગેના પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પકડાતા નશીલા પદાર્થો તેમજ દારૂ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ‘પકડાતા ‘નથી પરંતુ ગુજરાત પોલીસની સતર્કતાથી ‘પકડવા’માં આવે છે. કચ્છની દરિયાઈ સીમા ઉપર ગુજરાત પોલીસ એ.ટી.એસ. ટીમ સતત રાત દિવસ કામગીરી કરી રહી છે.  મંત્રીએ […]

મોરબી-કચ્છમાં નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મામાં કૃષિ ઈજનેરી મહાવિદ્યાલય શરૂ કરાશે

અમદાવાદઃ 2047ના વિકસિત ભારતના રોડમેપને રજૂ કરતું ગુજરાતનું ઐતિહાસિક બજેટ રજૂ. 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુ દેસાઇએ મહિલાઓ, ખેડૂતો ,યુવાઓ અને ગરીબોને ધ્યાનમાં લઇ બજેટ રજૂ કર્યું ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા અંદાજપત્રમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અન્નદાતાઓની સમૃદ્ધિ […]

કચ્છમાં, 4ની તિવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાની નહીં, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ભૂજઃ કચ્છમાં સમયાંતરે ભૂકંપના આંચકા આવતા હોય છે, પણ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાને કારણે  લોકો ભૂકંપનો સામાન્ય અનુભવ કરતા હોય છે. ત્યારે રવિવારે 4,45 વાગ્યો 4ની તિવ્રતાનો ભૂંકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે એનો સમયગાળો માત્ર 5 સેકન્ડનો હતો. તેથી કોઈ જાનહાની થઈ નહતી. ભૂકંપનું      એપિ સેન્ટર તાલુકા મથક ભચાઉથી 21 કિલોમીટર દૂર ઉત્તર પશ્વિમ દિશાએ […]

કચ્છમાં ભૂકંપ પીડીતોની યાદમાં બનેલું સ્મૃતિ વન દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે “સ્મૃતિવન, અન અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક” પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-જી.એસ.ડી.એમ.એ. દ્વારા આ કોફીટેબલ બૂક પ્રકાશિત કરવામાં આવી છે. 26મી જાન્યુઆરીએ કચ્છના ભૂકંપને 23 વર્ષ પૂરા થવા પૂર્વે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થયેલી આ કોફી ટેબલ બુકમાં 2001ના ભૂકંપ […]

કચ્છના નિર્જન ગણાતા 21 જેટલાં ટાપુ પર પ્રતિબંધ, રાષ્ટ્રીય સલામતી માટે લેવાયો નિર્ણય

ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. દરિયાઈ વિસ્તારોમાં ગણા બેટ સમાન ટાપુઓ પણ આવેલા છે. જેમાં સરહદી વિસ્તાર ગણાતા કચ્છ જિલ્લામાં અફાટ રણ વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર આવેલો છે. અને કેટલાક નિર્જન ટાપુઓ પણ આવેલા છે. નિર્જન ટાપુઓ પર અવાર-નવાર કેફી દ્રવ્યોના પેકેટ મળી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરે 21 ટાપુઓ પર લોકોના […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ કચ્છમાં અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ કરાશે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની જાહેરાત

અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ બુધવારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રાજ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. આમાં મુખ્યત્વે ‘ગ્રીન એનર્જી પાર્ક’નું નિર્માણનો સમાવેશ થાય છે, જે અવકાશમાંથી પણ જોઈ શકાશે. ગાંધીનગરમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણી ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. વાઈબ્રન્ટ ગુજરાત […]

કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકો, 4.1ની તીવ્રતા નોંધાઈ

સવારે 9.30 કલાકે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 59 કિમી દુર નોંધાયું ભૂકંપમાં સદનસીબે કોઈ જાનહાની કે નુકશાન થયું નથી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં આજે સવારે ફરી એકવાર ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.કચ્છમાં સવારે લગભગ 9.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તિવ્રતા રિકટર સ્કેલ ઉપર 4.1ની નોંધાઈ હતી. […]

કચ્છની પ્રાચીન રોગાન કળાથી રામમંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિનું નિર્માણ કર્યું

અમદાવાદઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સમગ્ર દેશમાં રામભકતો અલગ અલગ પ્રકારે આ અવસર માટેની તૈયારીઓ કરી રહ્યા છે. કચ્છની પ્રાચીન કળા રોગાન કળા દ્વારા રામમંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજના માધાપરના આશિષભાઇ કંસારાએ રોગાન કળાથી તૈયાર કરેલ આ કૃતિ ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે. […]

કચ્છમાં નિર્માણાધિન વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની કામગીરીનું CMએ કર્યું નિરીક્ષણ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન 30 હજાર મેગાવોટના સોલાર-વિન્‍ડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીની પ્રગતિ નિરીક્ષણ માટે બુધવારે સવારે મુલાકાત લીધી હતી. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ભારતની ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રસ્થાપિત કરવાના હેતુસર થઈ રહ્યું છે. વડાપ્રધાનએ ગ્રીન-ક્લીન એનર્જી તથા પર્યાવરણ સુરક્ષા માટેના આપેલા વિઝનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code