ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં દવાની અછતથી દર્દીઓ પરેશાન, ફાર્માસ્ટિટ મંડળે કરી રજુઆત
અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં દવાની અછતને લીધે દર્દીઓ પરેશાન બની રહ્યા છે. હોસ્પિટલમાં તબીબો દવાનો સ્ટોક ન હોવાથી દર્દીઓને બહારથી દવાઓ લાવવાનું કહી રહ્યા છે. મહિનોઓની દવાની અછત હોવાનું સરકારી હોસ્પિટલના સૂત્રો કહી રહ્યા છે. ત્યારે આ મામલે ફાર્માસ્ટિટ મંડળે રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆત કરીને વહેલી તકે આ સમસ્યા હલ કરવાની માગણી કરી છે. […]