1. Home
  2. Tag "LAKHTAR"

લખતરમાં આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓએ પગાર વધારવાની માગ સાથે રેલી કાઢી

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં આશા વર્કર અને આંગણવાડીના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારવાની માગણી કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ આંગણવાડી બહેનો તેમજ આશા વર્કર બહેનો દ્વારા આરસીડીએસ ઓફિસ તાલુકા પંચાયત ખાતેથી રેલી યોજીને  મામલતદારને આવેદન આપી પગાર વધારાની માગ કરવામાં આવી હતી. લખતરમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો […]

લખતરના લીલાપુર નજીક પુર ઝડપે કાર રોડ સાઈડના ખાડાંમાં ખાબકતા એકનું મોત, બે ગંભીર

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લખતર તાલુકામા માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. લખતરના કારેલા અને લીલાપુર વચ્ચે રોડ પર પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પરના ખાડાંમાં ખાબકી હતી. કારમાં સવાર ત્રણ પ્રવાસીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ચંદુભાઈ ચેહરભાઈ પરમારને અતિ ગંભીર ઇજા હોવાથી […]

સુરેન્દ્રનગરના લખતરમાં કરાતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના વિકાસ કામો માટે  કરોડો રૂપિયા ફાળવાતા હોય છે. જેમાં વિકાસના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરાતો હોવાની પણ ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે જિલ્લાના લખતરમાં ચાલતા વિકાસ કામોમાં બે-રોકટોક ભ્રષ્ટાચાર સામે ગ્રામજનો મેદાને પડ્યો છે. વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલી લેખિત અને મૌખિક રજુઆતની તપાસ ન કરાંતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેમાં […]

લખતરમાં પાણીની પાઈપ લાઈન લિકેજ થતાં નદીની જેમ પાણી બજારોમાં વહેવા લાગ્યું

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરમાં આડેધડ ખોદકામને કારણે શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે.  રોજબરોજ શહેરનાં કોઈને કોઈ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ હોવાનાં કારણે પાણીની રેલમછેલ થઇ રહી છે. તેવામાં લાઈન રીપેર કર્યા બાદ પણ ત્રણેક દિવસમાં જ લાઈન ફરી લીકેજનાં બનાવો પણ બની રહ્યા છે. જેના કારણે સ્થાનિક તંત્ર માત્રને માત્ર દેખાડા પૂરતું અને ચોપડે રીપેરીંગ બતાવવા […]

લખતરના વિઠ્ઠલગઢ નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડતા પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામની સીમમાંથી પસાર થતી પેટા કેનાલમાં ગાબડુ પડતાં આસપાસનાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કેનાલના નબળા કામ કરનારા સામે કડક કાર્યવાહી કરવા તેમજ પાકને થયેલુ નુકશાનનું વળતર તાત્કાલિક ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.ખેડૂતોને ખેતર સુધી પાણી […]

લખતરના લીલાપુર નજીક નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરો બન્યા જળબંબાકાર

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામ પાસે નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં જળબંબાકાર સર્જાયો છે. ખેતરોમાં ઉભેલા પાક એરંડા અને કપાસમાં કેનાલના પાણી ફરી વળ્યા છે. કેનાલમાં ગાબડું પડ્યાની જાણ નર્મદા કેનાલના સિંચાઈ અધિકારીઓને કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખોડુ સહિતના વિસ્તારોના ખેડુતો પાણી માટે લડત કરી રહ્યા આવે છે, […]

લખતરમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડુતોને નુકશાન

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકામાં  નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે. ભાસ્કરપરાથી વિઠ્ઠલાપુર, બજરંગપુરા તરફ જતી નર્મદા મેઇન કેનાલમાં ભાસ્કરપરા પાસે કેનાલ પર ગેટ મુકેલ છે. સ્થાનિકોને જાણ કર્યા વગર નર્મદા કેનાલનો ગેટ ખોલી નખાતા કેનાલ છલકાઇ હોવાનો ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે. કેનાલ ઓવરફ્લો થતા હજારો વીઘા જમીન તથા અમદાવાદ-સુરેન્દ્રનગર […]

લખતરના વરસાણી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, અબોલ પશુઓની હાલત દયનીય

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પીવાના પાણીની સમસ્યા અનેક ગામોમાં જોવા મળી રહી છે. જેમાં કેટલાક ગામોમાં તંત્રની બેદરકારીને લીધે પાણીની સમસ્યા ઊભી થઈ છે. નર્મદાની મુખ્ય કેનાલ જિલ્લામાંથી પસાર થાય છે. છતાં લોકોને પુરતું પાણી મળતું નથી. લખતર તાલુકાના કેટલાક ગામોમાં પાણીની બુમરાણ ઊઠી છે. જેમાં તાલુકાના વરસાણી ગામે છેલ્લા 10 દિવસથી ગ્રામજનો પીવાના પાણીની વિકટ […]

લખતરના નજીક ડમ્પરની ઓવરટેક કરતાં કાર પલટી જતા અમદાવાદના એક જ પરિવારના ચારનાં મોત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં વાહન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું ગામની કેનાલ પાસે કાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ડમ્પરને ઓવરટેક કરવા જતાં કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના […]

લખતરનો ઐતિહાસિક કિલ્લો બન્યો જર્જરિત, તંત્રની લાપરવાહી સામે લોકોમાં રોષ

સુરેન્દ્રનગરઃ  જિલ્લાનું લખતર શહેર ઐતિહાસિક છે. શહેર ફરતે વર્ષો જુનો કિલ્લો આવેલો છે.અને કિલ્લાની અંદર વસેલું શહેર છે. આજે ધૂળેટીના દિવસે આ કિલ્લો 128 વર્ષનો થયો છે. રાજ્યનો એક માત્ર અકબંધ કહેવાતો કિલ્લો સંભાળના અભાવે જર્જરિત બન્યો છે. અનેક રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાને લેતું નથી. પરિણામે વારસાનો વૈભવ ખંડિત થઈ રહ્યો છે. કિલ્લાના પથ્થરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code