1. Home
  2. Tag "Landslide"

ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન, ત્રણના મોત

નવી દિલ્હીઃ આપત્તિગ્રસ્ત રાજ્ય ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે જે જીવલેણ બની રહ્યું છે. કાટમાળ ક્યારે કોના પર પડશે તે કોઈને ખબર નથી. શનિવારે ભૂસ્ખલનના કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. SDRFએ તમામ મૃતદેહોને કાટમાળમાંથી કાઢીને પોલીસને સોંપી દીધા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ પિથોરાગઢ […]

ભૂસ્ખલન બાદ શ્રીનગર-લેહ હાઇવે બંધ

શ્રીનગર-લેહ હાઇવે રવિવારે ગાંદરબલ જિલ્લાના ચેરવાન પદાબલ વિસ્તાર નજીક વાદળ ફાટવાથી ભૂસ્ખલનને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, ચેરવાન પદાબલ વિસ્તાર પાસે વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલન થયું હતું. તેમણે કહ્યું કે ભૂસ્ખલનને કારણે શ્રીનગર-લેહ હાઈવે બ્લોક થઈ ગયો હતો અને ટ્રાફિક બંધ થઈ ગયો છે. અધિકારીએ જણાવ્યું કે બચાવ ટુકડીઓ સ્થળ પર […]

વાયનાડમાં ભૂસ્ખલન, 200થી વધુના મોત, રાહુલ ગાંધી અને પ્રિયંકા પીડિતોને મળશે

નવી દિલ્હીઃ કેરળના પહાડી જિલ્લા વાયનાડમાં મંગળવારે વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ત્રણ ગામો લગભગ ગાયબ થઈ ગયા છે. લોકસભામાં વિપક્ષના નેતા અને અગાઉ ગૃહમાં વાયનાડનું પ્રતિનિધિત્વ કરનાર રાહુલ ગાંધી અને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે સવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેમના […]

સિક્કીમમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત

નવી દિલ્હીઃ સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત […]

ભૂસ્ખલન પ્રભાવિત પાપુઆ ન્યુ ગિનીની મદદ માટે ભારત આવ્યું આગળ, 1 મિલિયન ડોલર સહાયની જાહેરાત

નવી દિલ્હીઃ મોટા પાયે ભૂસ્ખલનથી પ્રભાવિત પાપુઆ ન્યુ ગિનીની મદદ માટે ભારત આગળ આવ્યું છે. ભારત સરકારે ટાપુ દેશમાં રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસો માટે US$1 મિલિયનની તાત્કાલિક રાહત સહાયની જાહેરાત કરી છે. આજે આ માહિતી આપતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પાપુઆ ન્યુ ગિની ભારત-પેસિફિક આઇલેન્ડ કોઓપરેશન (FIPIC) ફોરમ ફોરમ હેઠળ નજીકનું મિત્ર અને ભાગીદાર […]

પાપુઆ ન્યુ ગિનીમાં સતત થઈ રહેલા ભૂસ્ખલનમાં 2 હજારથી વધુ લોકો દટાયાની આશંકા

નવી દિલ્હીઃ પાપુઆ ન્યુ ગિનીના કાઓકલામ ગામમાં થયેલા ભૂસ્ખલનમાં 2 હજારથી વધુ લોકો દટાયાની આશંકા સેવાઈ રહી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીની સરકારે પોતે આ અંગે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને જાણ કરી છે. ઓસ્ટ્રેલિયન મીડિયા ABC અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર દૂર એન્ગા પ્રાંતના ગામમાં 24 મેના […]

પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનમાં 100થી વધુ લોકોના મોત

નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાના ઉત્તરમાં આવેલો દેશ પાપુઆ ન્યુ ગિની. જ્યાં ભયાનક ભૂસ્ખલન થયું છે. જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. જોકે અધિકારીઓએ આ આંકડાની પુષ્ટિ કરી નથી, પરંતુ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનના એક અહેવાલ મુજબ દ્વીપ રાષ્ટ્રના એન્ગા પ્રાંતના કાઓકલમ ગામમાં ભુસ્ખલન થયું […]

વેનેઝુએલાઃમા ગેરકાયદેસર સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં 14 લોકોના મોત

નવી દિલ્હીઃ વેનેઝુએલામાં ગેરકાયદેસર રીતે સંચાલિત સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સત્તાવાર નિવેદનો અનુસાર, હજુ સુધી ખાણની અંદર કેટલા લોકો દટાયેલા છે તેની સચોટ માહિતી આપવી શક્ય નથી. ઘટના અંગે આપવામાં આવેલા સત્તાવાર […]

અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ, 25 લોકોના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંત નુરિસ્તાનમાં ગઈકાલે હિમપ્રપાતને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. ઓછામાં ઓછા 25 લોકોએ જીવ ગુમાવ્યા અને આઠ અન્ય ઘાયલ થયા. નુરિસ્તાનમાં ટાતિન ખીણના નાકેરે ગામમાં રાતોરાત હિમપ્રપાતથી ઘરો બરફ અને કાટમાળના થર નીચે દટાઈ ગયા. માહિતી અને સંસ્કૃતિના પ્રાંતીય વડા જમીઉલ્લાહ હાશિમીએ જણાવ્યું હતું કે હજુ પણ બરફ પડી રહ્યો છે. […]

હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન, કાર દબાઈ જતાં પાંચ ગુજરાતીના મોત

અમદાવાદઃ ઉત્તરાખંડમાં હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન થતાં સ્વિફ્ટ ડિઝાયર કાર દબાઈ જતાં પાંચ લોકોનાં મોત થયાં હતા. મૃતકોમાં 4 ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. હરિદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના હીલ વિસ્તારમાં કાર જઈ રહી હતી ત્યારે  ભૂસ્ખલન થતાં કાર દાટાઈ ગયાનું સ્થાનિક તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં રાહત કામગીરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code