રાજકોટના હીરાસર નજીક નવનિર્મિત ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ચૂંટણી પહેલા લોકાર્પણ કરી દેવાશે
રાજકોટઃ શહેરના કુવાડવા ગામ પાસે હીરાસરમાં રૂ.1400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓક્ટોબર સુધીમાં પહેલું પ્લેન ઊડી જશે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું પ્રથમ તબક્કાનું રૂ.572 કરોડનું કામ પૂર્ણતાના આરે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં એરપોર્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવા વડાપ્રધાન કાર્યાલય તરફથી કલેક્ટરને સ્પષ્ટ સૂચના આપી હોવાનું કહેવાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી છે. […]