સુરતમાં અઠવાલાઈન્સથી કોર્ટના સ્થળાંતર સામે વકીલોની રેલી, સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને રજુઆત
સુરતઃ શહેરમાં કોર્ટને અઠવાલાઇન્સ વિસ્તારમાંથી જીયાવ બુઢિયા વિસ્તારમાં સ્થળાંતર કરવા સામે વકિલો મેદાને પડ્યા છે. કોર્ટના સ્થળાંતરના વિરોધમાં વકીલો તમામ રીતે લડી લેવાના મૂડમાં છે. સરકાર દ્વારા જીયાવ બુઢિયા વિસ્તારમાં કોર્ટને સ્થળાંતર કરવા જગ્યા ફાળવી છે. જેના વિરોધમાં સુરતના વકીલો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે 1500થી વધુ વકીલો દ્વારા કોર્ટથી કલેકટર કચેરી […]