1. Home
  2. Tag "left"

દેશના આ શહેરમાં એક વર્ષમાં સૌથી વધારે ઈ-કારની નોંધણી, દિલ્હી અને મુંબઈને પાછળ છોડ્યાં

બેંગલુરુ 2023માં ભારતમાં ઈલેક્ટ્રિક કારને અપનાવવામાં સૌથી આગળ રહ્યું છે અને દિલ્હી, મુંબઈ અને પુણે જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે બેંગલુરુમાં 8,690 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. જે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 121.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. કેમ કે શહેરમાં ઈલેક્ટ્રિક કારના 2,479 યુનિટનું વેચાણ નોંધાયું હતું. ઓટોમોટિવ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ […]

વર્ષ 1952થી 2019 સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોણ જીત્યું, જાણો

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે, હવે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. એટલે કે મંગળવારે જ ખબર પડશે કે કોની સરકાર બની રહી છે. દેશમાં પ્રથમવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે વખતે કોંગ્રેસનો જંગી બેઠકો સાથે વિજ્ય થયો હતો. અંતિમ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી યોજાઈ […]

બિહારમાં મળ્યો નહીં મોકો, કન્હૈયા કુમારને હવે દિલ્હીથી લડાવવાની તૈયારીમાં કૉંગ્રેસ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારને તે સમયે મોટો આંચકો લાગ્યો હતો, જ્યારે બિહારમાં મહાગઠબંધનના નેતૃત્વ કરનારી લાલુ યાદવની પાર્ટી આરજેડીએ બેગૂસરાયની બેઠક સીપીઆઈના ખાતામાં આપી દીધી. તેની સાથે જ 2019માં ગિરિરાજસિંહની વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં ઉભેલા કન્હૈયા કુમારને નિરાશા હાથ લાગી. હવે ખબર આવી રહી છે કે કોંગ્રેસ પાર્ટી પોતાના આ સ્ટાર […]

કેજરીવાલની પાછળ ઈડી લગાવવામાં કોંગ્રેસની મોટી ભૂમિકા, જાણો ઈન્ડિયા ગઠબંધનના ક્યાં નેતાએ લગાવ્યો છે આરોપ?

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઉમેદવારીને લઈને વિપક્ષી ઈન્ડિયા એલાયન્સમાં તકરાર વધતી દેખાય રહી છે. હવે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાને અયોગ્ય ગણાવ્યું છે. ડાબેરી નેતાએ તેની સાથે આરોપ પણ લગાવ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઈડીની તપાસમાં કોંગ્રેસે મહત્વની ભૂમિકા ભજવી છે. પી. વિજયને કહ્યુ છે કે […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાન એકલા પડ્યાં, PTI નેતા ફવાદ ચૌધરીએ પણ સાથ છોડ્યો

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવી હતી. તેમજ આર્મીની મિલકતને નિશાન બનાવીને ભારે નુકશાન કર્યું હતું. પાકિસ્તાન આર્મી અને શરીફ સરકારે ઈમરાન સામે કાનૂની ગાળિયો કસ્યો છે. બીજી તરફ ઈમરાન ખાનના સાથીદારો એક-બાદ એક તેમનો […]

કપિલ સિબ્બલે કોંગ્રેસનો સાથ છોડીને સમાજવાદી પાર્ટીના સહયોગથી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

નવી દિલ્હીઃ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી આંતરીક જૂથબંધી ચાલી રહી છે, જેના પરિણામે અનેક સિનિયર નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પણ હવે કોંગ્રેસ હાથ છોડીને સમાજવાદી પાર્ટીની સાઈકલની સવારી કરવાનો નિર્ણ કર્યો છે. 16મી મેના રોજ કપિલ સિબ્બલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. દરમિયાન આજે તેમણે […]

બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલી વધી, કોંગ્રેસ-ડાબેરીઓએ ફ્લોર ટેસ્ટની કરી માંગણી

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. જ્યારે કોંગ્રેસ અને ડાબેરીઓએ એક સાથે ચૂંટણીજંગમાં ઝંપલાવશે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી બંગાળમાં રાજકીય માહોલ ગરમાયો અને એક ધારાસભ્ય રાજીનામું આપીને ભાજપાં જોડાયાં છે. દરમિયાન કોંગ્રેસ અને ડાબેરીઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારના ફ્લોર ટેસ્ટની માંગણી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code