1. Home
  2. Tag "Leopard"

ચલાળાના ગરમલી ગામે દીપડાએ બે વર્ષના બાળકને ફાડી ખાધો

ઘરના ફળિયામાં પિતા સાથે ઊંઘી રહેલા બાળક પર દીપડાંએ હુમલો કર્યો, ગણતરીની કલાકોમાં દીપડો પાંજરે પુરાયો, અમરેલીઃ જિલ્લામાં દીપડાની વસતીમાં વધારો થયો છે. અને દીપડાના હુમલાના બનાવોમાં પણ વધારો થયો છે. ત્યારે જિલ્લાનાચલાલા નજીક આવેલા ગરમલી ગામના પાદરમાં આવેલી એક વાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના બે વર્ષીય બાળકને દીપડાએ ફાડી ખાતા ચકચાર મચી છે. વન વિભાગની […]

ગોંડલમાં દીપડો આંટાફેરા મારતો હોવાની અફવા ફેલાતા વન વિભાગે તપાસ હાથ ધરી

ગોંડલઃ શહેરમાં રાતના સમયે દીપડો આંટાફેરા મારતો હોવાથી વાતો વહેતી થતાં લોકો ફફડાટ અનુભવી રહ્યા છે. રાતના સમયે લોકો ઘરની બહાર નિકળતા પણ ડરી રહ્યા છે. દરમિયાન શહેરના સ્ટેશન પ્લોટ વિસ્તાર શેરી નંબર 15માં ગત 22 જૂનની સાંજે 7.30 વાગ્યા આસપાસ એક CCTVમાં દીપડો દેખાયા હોવાની વાતો વહેતી થઈ હતી. જેમના પગલે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં […]

સિંહ, વાઘ અને દિપડો પણ માણસોના અવાજનો તફાવત કેવી રીતે સમજીને પ્રતિક્રિયા આપે છે જાણો…

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. જ્યારે પણ સૌથી ખતરનાક પ્રાણીઓ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે લોકો ઘણીવાર સિંહ અને ચિત્તા જેવા પ્રાણીઓના નામ લે છે. પરંતુ શું તમે જાણો છો કે બિલાડીની પ્રજાતિના આ સિંહ, વાઘ અને ચિત્તા માણસોનો અવાજ ઓળખી શકે છે. તમે વિચારતા હશો કે આવા ખતરનાક પ્રાણીઓ માનવ અવાજને કેવી […]

પાલિતાણા ડૂંગરમાં દીપડાંએ ઘેટા-બકરાનું મારણ કર્યું, છ ગાઉં યાત્રા પહેલા વન વિભાગે સુરક્ષા વધારી

પાલિતાણાઃ જૈનોના તિર્થધામ ગણાતા પાલિતાણાના ડુંગરાળ અને આસપાસના વિસ્તારોમાં દીપડાંઓ અવાર-નાવર જોવા મળતા હોય છે. ત્યારે તાજેતરમાં શેત્રુંજી નજીક આવેલા રાજવાડી વિસ્તારમાં દીપડાએ એક ડઝન જેટલા ઘેટા બકરાનું મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતા વનવિભાગનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. દરમિયાન પાલિતાણામાં છ ગાંઉની યાત્રામાં ઘણાબધા ભાવિકો ભાગ લેતા હોય છે. ત્યારે […]

દેશમાં સૌથી વધારે દીપડા મધ્યપ્રદેશમાં, 3907 જેટલા દીપડા નોંધાયાં

ભોપાલઃ મધ્યપ્રદેશના દીપડાએ રાજ્યનો મેડલ જાળવી રાખ્યો છે. જો સમગ્ર દેશની વાત કરીએ તો સૌથી વધુ 3,907 દીપડા સાથે મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે. આ પછી મહારાષ્ટ્રમાં 1,985, કર્ણાટકમાં 1,879 અને તમિલનાડુમાં 1,070 દીપડા છે. જ્યારે વર્ષ 2018ની વાત કરીએ તો એમપીમાં દીપડાઓની સંખ્યા 3421 હતી. વનમંત્રી નાગરસિંહ ચૌહાણે ફરી એકવાર દીપડાનું રાજ્ય બનવા બદલ વન્યજીવ સંરક્ષણ […]

સોમનાથ મહાદેવજીના મંદિર નજીક સોસાયટીઓમાં આંટાફેરા મારતો દીપડો પાંજરે પુરાયો

વેરાવળઃ સોમનાથ મહાદેવજીના મંદિર નજીકની રહેણાંક સોસાયટી વિસ્તારમાં દીપડો આંટાફેરા મારતા હોવાથી સોસાયટીના સ્થાનિક રહિશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અને આ અંગે વન વિભાગને જાણ કરાતા દીપડાને પકડાવા માટે લોકેશન નક્કી કરીને પાંજરૂ મુકવામાં આવ્યું હતું. દરમિયાન દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી આ […]

સૂત્રાપાડાના મટાણા ગામમાં રાત્રે દીપડાંએ બાળકને ફાડી ખાધો, સવારે વૃદ્ધા પર હુમલો કર્યો

વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં દીપડાની વસતી વધી ગઈ છે. ગામડાંઓમાં તો હવે દિવસ દરમિયાન પણ દીપડાં આટાંફેરા મારતા જોવા મળી રહ્યા છે. ખેડુતો સીમ-ખેતરો જતાં પણ ડર અનુભવી રહ્યા છે. ત્યારે જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમાં રાત્રીના સમયે બાળક ઘરની બહાર આવતા જ દીપડો તરાપ મારી બાળકને ઉઠાવી ગયો હતો. ત્યારબાદ આખીરાત કલાકો સુધી શોધખોળ […]

અંબાજીમાં ગબ્બરના પર્વત પર દીપડો દેખાતા પ્રવાસીઓમાં ફફડાટ, દીપડાને પકડવા પાંજરૂ મુકાયું

અંબાજીઃ  સુપ્રસિદ્ધ ગણાતા શક્તિપીઠ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં માઈભક્તો  જગતજનની અંબાના દર્શન કરવા આવતા હોય છે. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે. ગબ્બર પર આવેલા 51 શક્તિપીઠમાંના દર્શનનો લાભ લેતા હોય છે. ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલો છે. ત્યારે […]

લીંમખેડાના પાડા ગામે 10 વર્ષની દીકરીએ દીપડાના મુખમાંથી દાદીને બચાવ્યાં

દાહેદઃ  10 વર્ષની દીકરીએ  પોતાના દાદીને બચાવવા માટે દીપડા સાથે બાથ ભીડી હતી. મોડી રાતે દાહોદના એક અંતરિયાળ ગામમાં બે મિનિટ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું,  દીકરીએ પોતાના જીવની પરવા કર્યા વિના દીપડાનો સામનો કર્યો હતો અને દાદીનો જીવ બચાવવામાં સફળ રહી હતી. વન વિભાગના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ લીમખેડા તાલુકાના પાડા ગામમાં એક 10 […]

મહિસાગરના જનોદ ગામના લોકોને થયા વાઘના દર્શન, વન વિભાગ કહે છે, તે વાઘ નહીં દીપડો હશે

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો પહેલા વાઘ હતા. હવે વાઘ જોવા મળતા નથી. એટલે વાઘની વસતી નામશેષ થઈ ગઈ છે. ત્યારે મહિસાગર જિલ્લામાં જનોદ ગ્રામજનોએ વાઘ જોયો હોવાનો વન વિભાગના અધિકારીઓ સમક્ષ દાવો કર્યો હતો. જ્યારે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે, ગ્રામજનોએ જે પ્રાણીને જોયું છે, તે વાઘ નહીં પણ દીપડો હશે. તેના ફુટપ્રિન્ટ પરથી પણ દીપડો હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code