યાત્રાધામ પાવાગઢમાં નીજ મંદિર સુધી ડુંગરના પથ્થરો કાપીને લિફ્ટની સુવિધા ઊભી કરાશે
વડોદરાઃ પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને જતાં યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માતાજીના નીજ મંદિર સુધી પહોંચવા માટે ડુંગર કાપીને લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવશે. ઘણાબધા યાત્રિકો ડુંગર પર પગથિયા ચડીને દર્શને જઈ શક્તા નથી. રોપ-વેમાં પણ યાત્રિકોની સારી એવી ભીડ રહેતી હોય છે. આથી લિફ્ટની સુવિધા ઊભી કરવામાં […]