કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઈનબદ્ધ માળાં વસાહત, વન વિભાગે મેળવી માહિતી
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પાટડી, ખારાઘોડા અને છેક હળવદ અને ત્યાંથી કચ્છ સુધીનો વેરાન વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે, આ નાના રણમાં ઘુડસર અભ્યારણ્ય તેમજ મીઠાના અગરો આવેલા છે. ઉપરાંત કેટલાક સ્થળોએ ખારા પાણીના છીછરા સરોવર પણ આવેલા છે. જો કે ઉનાળાના સમયમાં માણસ તો શું પશુ-પક્ષીઓ પણ આ વિસ્તારમાંથી સ્થળાંતર કરી જતાં હોય છે. […]