1. Home
  2. Tag "lion"

ગોહિલવાડ પંથકમાં સિંહની વસતી વધીને 81 થઈ, સિંહનો વસવાટ પાલિતાણા સુધી વિસ્તર્યો

ભાવનગરઃ ગોહિલવાડમાં પણ હવે સિંહની વસતીમાં વધારો થી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલી છેલ્લી 15 મી સિંહ ગણતરીમાં અહીં કુલ 81 સિંહોની હાજરી નોંધવામાં આવી છે. ઇસ 1998 માં ભાવનગરમાં ફરીથી સિંહ નાં પ્રવેશ ની શરૂઆત થઈ. આ પ્રથમ રેકોર્ડ રાણી ગાળા , જેસર ખાતે નોંધાવામાં આવ્યો હતો. છેલ્લા 23 વર્ષમાં […]

અમરેલી અને ભાવનગર પંથકમાં બે દિવસમાં દીપડા અને સિંહના હુમલાની ત્રણ ઘટના, એક બાળકીનું મોત

અમરેલીઃ સૌરાષ્ટ્રમાં દીપડાના આતંકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અમરેલી અને ભાવનગરમાં દીપડાના હુમલાની ત્રણ ઘટનાઓ બની હતી. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું હતું તેમજ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અમરેલી જિલ્લામા આવેલા ધારી ગીર પૂર્વની સરસીયા રેન્જ ચલાલા બીટ વિસ્તારના ગરમલી નજીક રાત્રીના  સંગીતાબેન રવીનભાઈ ઠાકર (ઉંમર વર્ષ 30) તથા […]

ગીરમાં સિંહ દર્શન ચોમાસાને લીધે ચાર મહિના બંધ રહેશે

જુનાગઢઃ   એશીયાટીક ગીરના ડાલા મથ્થા સિંહ માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે જે વિશ્વ વિખ્યાત છે. આ સિંહોના દર્શન માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ, સહેલાણીઓ ઉમટી પડે છે. જેને માણવા-જોવા જીવનનો એક લહાવો છે.  દર ચોમાસામાં ચાર માસ સિંહ દર્શન બંધ કરી દેવામાં આવે છે કારણ કે સિંહનો મેટીંગ પીરીયડમાં સિંહ ખુંખાર હોય છે. જરાપણ […]

વાવાઝોડામાં ગીરકાંઠા વિસ્તારમાંથી ગુમ થયેલા 18 સિંહને શોધવા વન વિભાગની કવાયત

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાએ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 18 સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, આ એ જિલ્લાઓ છે જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી. વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના […]

ઝૂ અને જંગલના સિંહોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવા તાકિદ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ માનવીને જ નહીં પણ પ્રાણીઓને પણ થઈ શકે છે. તાજેતરમાં હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજીકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા હતા  ત્યારે એશિયાઇ સિંહોનું ઘર એવા ગુજરાતમાં જંગલ વિસ્તાર અને ઝૂમાં રહેલા તમામ સિંહમાં કોરોના લક્ષણો અંગે ઓબ્ઝર્વેશન રાખવા જંગલના ટ્રેકર્સ અને ઝૂના કેર ટેકર્સને સૂચના આપવામાં આવી છે. ઝૂના વેટરનરી ડોક્ટર્સને […]

ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં 6800થી વધારે ખુલ્લા કુવા સાવજો માટે જોખમી

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયાઈ સિંહનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં વનરાજો વસવાટ કરે છે. એટલું જ નહીં સાવજો સહિતના પ્રાણીઓની સલામતી માટે પગલા ભરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કમાં 6800થી વધારે ખુલ્લા કુવા છે જે સાવજો સહિતના રક્ષિત વનજીવો જોખમી સાબિત થઈ શકે છે.  ખુલ્લા કુવાઓને તાત્કાલિક […]

ગુજરાતમાં 674 વનરાજોનો વસવાટ, માનવ વસવાટમાં સિંહોની અવર-જવર વધી

અમદાવાદઃ એશિયાઈ સિંહના ઘર ગણાતા ગુજરાતમાં 674 જેટલા સાવજો વસવાટ કરી રહ્યાં છે. જે પૈકી 345 વનરાજો જંગલ અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. જ્યારે 326 સિંહ અભ્યારણ્યની બહાર આસપાસના વિસ્તારોમાં વસવાટ કરે છે. જંગલમાં માનવોની અવર-જવર વધતા હવે સિંહ સહિતના જંગલના પ્રવાણીઓ હવે માનવ વસવાટ તરફ જઈ રહ્યાં છે. જેની પ્રાણીઓ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે. […]

ગુજરાતમાં બે વર્ષમાં 313 વનરાજોના મોત

અમદાવાદઃ સમગ્ર દેશમાં માત્ર ગુજરાતના ગીર જંગલમાં જ સિંહ છે અને તેથી જ ગીર જંગલને સાવજોનું ઘર માનવામાં આવે છે. જો કે, ગીર જંગલમાં સાવજોના મોતનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો હતો. રાજ્યમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 313 જેટલા વનરાજોના મોત થયા હોવાનું જાણવા મળે છે. ગુજરાત વિધાનસભામાં સિંહના મૃત્યુ અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રશ્ન […]

ગીર જંગલમાં શિકારીઓને ઝડપી લેવા માટે વન વિભાગે શરૂ કર્યું ઓપરેશન, રેડ એલર્ટ જાહેર કરાયું

અમદાવાદઃ ભારતમાં સિંહનું ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારમાં શિકારીઓ સક્રીય થયાનું સામે આવતા વન વિભાગ સક્રીય થયું છે. તેમજ શિકારીઓને ઝડપી લેવા માટે વનવિભાગે એલર્ટ જાહેર કરીને સઘન કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. શિકારીઓએ સિંહને ફસાવવા માટે છ સ્થળો ઉપર ગોઠલેવા ફાસલા પૈકી 4 ફાસલાને શોધી કાઢવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગીર જંગલ […]

વાયરલ વીડિયોઃ-ગુજરાતના ગીર જંગલમાં સિંહ પર શ્વાન ત્રાટ્કયો ,જંગલના રાજાએ જાન બચાવવા માટે આ રીતે ભાગવું પડ્યું

ગુજરાતના ગીરના  જંગલનો વીડિયો સિંહ પર શ્વાન ત્રાટ્કયો , જંગલના રાજાએ જાન બચાવવા માટે  ભાગવું પડ્યું ગીર-સોમનાથઃ-સામાન્ય રીતે આપણે જંગલના રાજા સિંહને અન્ય પ્રાણીઓ પર ત્રાટકતો જોયો જ હશે, પરંતુ આજે આપણે એવો વીડિયો જોઈએ કે જેમાં શ્વાન સિંહ પર ત્રાટક્યો હતો અને સિંહએ પોતાના જીવને બચાવવા માટે અને શ્વાનથી પીછો છોડાવવા માટે ભાગવું પડ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code