બોટાદ-જસદણ રેલવે લાઈનને પુનઃ સજીવન કરવા સ્થાનિક નેતાગીરીને કોઈ રસ નથી
બોટાદ : સૌરાષ્ટ્રમાં વગદાર નેતાગીરીના અભાવે રેલવેના પ્રશ્ને અન્યાય થઈ રહ્યો છે. વર્ષો પહેલા બોટાદ-જસદણની મીટર ગેજ ટ્રેન નિયમિત દોડતી હતી. અને ટ્રેનને પેસેન્જરો પણ સારા પ્રમાણમાં મળી રહેતા હતા. પરંતુ તે સમયે ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ગામડાંઓના મોટાભાગના લોકો ટ્રેનમાં બેસીને બોટાદ હટાણું (ખરીદી) કરવા માટે સવારના સમયમાં આવતા હતા અને સાંજે […]