ગુજરાતમાં ભાજપની સરકાર નગરપાલિકાઓ અને પંચાયતોમાં OBC અનામત માટે કાયદો લાવશે
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ઝવેરી પંચના અહેવાલ પછી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં અનામત નક્કી કરવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા સત્રમાં કાયદો લાવવાનું નક્કી થયું છે. અનામતનો કાયદો લાવતા પહેલાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં કેટલી અનામત રાખવી તે મુદ્દે ચર્ચા કરવાનો એજન્ડા કેબિનેટની બેઠકમાં લવાશે. આ ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી […]