1. Home
  2. Tag "lok sabha election"

લોકસભા ચૂંટણીઃ સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક ઉપરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સવારે અમેઠીના ગૌરીગંજમાં ભાજપના જિલ્લા કાર્યાલય પહોંચ્યાં હતા અને ત્યાંથી રોડ-શો યોજીને કલેક્ટર કચેરી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે પોતાની ઉમેદવારી ફોર્મ દાખલ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અનેક […]

લોકસભા ચૂંટણીઃ મણિપુરમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના, જાનહાની ટળી

નવી દિલ્હીઃ મણિપુરની લોકસભાની બે બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જ્યારે કેટલાક સ્થળો ઉપર તકરારની ઘટના સામે આવી હતી. દરમિયાન મોઈરાંગમાં મતદાન મથક પાસે ગોળીબારની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઉપરાંત ઈમ્ફાલ પૂર્વના ખોંગમાનમાં મતદાન કેન્દ્રમાં હથિયાર સાથે કેટલાક માથાભારે શખ્સોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન આજે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. ઉમેદવારોએ સમર્થકો સાથે વિશાળ રેલી યોજ્યા બાદ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન યોજાશે. આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી […]

EVM સાથે છેડછાડ શક્ય જ નથી, ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં કરી રજૂઆત

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈવીએમ-વીવીપેટ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચૂંટણી પંચને સૂચન કર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રત્તા હોવી જોઈ. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે, આ એક ચૂંટણી પ્રક્રિયા છે. કોઈને પણ આશંકા ના થવી જોઈએ. આ અરજીની સુનાવણી દરમિયાન ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, ઈવીએમ સાથે […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણી કાર્ડ ના હોય તો અન્ય 12 પુરાવાના આધારે કરી શકાશે મતદાન

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણી કાર્ડ ન હોય તેવા લોકો પણ મતદાન કરી શકે છે. આ અંગે અરવલ્લીના ધનુસરા તાલુકાના નાયબ મામલતદાર અધિકારી વિક્રમસિંહ ઝાલાએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ માટે કુલ 12 જેટલા પુરાવામાંથી […]

અહંકાર અને દંભ તો રાવણ અને કંસનો પણ રહ્યો નથી, ભાજપ સામે શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર

ભાવનગરઃ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયેલું છે. ભાવનગરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. અને તેમને જીતાડવા માટે કોંગ્રેસ અને આપ’ દ્વારા સંયુક્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને શહેરમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ […]

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે વધુ 17 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય માહોલ જામ્યો છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસે ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 17 બેઠકો માટેના ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે. યાદીમાં આંધ્રમાં 5, બિહારમાં 3, ઓડિશામાં […]

લોકસભા ચૂંટણીઃ જમ્મુ અને કાશ્મીરના માઈગ્રન્ટ મતદારોને વિશિષ્ટ મતદાન મથકની સુવિધા મળશે

નવી દિલ્હીઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં કોઈપણ મતદાર મતદાનથી વંચિત રહી જાય નહીં તે સુનિશ્ચિત કરવાના હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારના સ્થળાંતરિત મતદારોને ટપાલ મતપત્ર અથવા દિલ્હી, ઉધમપુર અને જમ્મુ ખાતે સ્થાપિત વિશિષ્ટ મતદાન મથક ખાતે રૂબરૂ મતદાન કરી શકશે. આ મતદારોમાં માત્ર એવા મતદારોનો સમાવેશ થશે કે જે […]

MGNREGA Wage Rates: લોકસભા ચૂંટણી પહેલા સરકારે ખોલ્યો ખજાનો, હવે મનરેગા મજૂરોને મળશે વધુ નાણાં

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના એટલે કે મનરેગા હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેંટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા મોટું એલાન કરતા સરકારે મનરેગા મજૂરી દરને 3થી 10 ટકા વધાર્યો છે. એટલે કે હવે મનરેગાના મજૂરોને વધુ નાણાં મળશે. આના સંદર્ભે ગુરુવારે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી […]

લોકસભા ચૂંટણી બાદ ડીપફેક મુદ્દે કાયદો લાવવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવએ ડિજીટલ પ્ટેફોર્મ ફેસબુકની મૂળ કંપની મેટા, ગુગલ, અમેઝોન અને માઈક્રોસોફ્ટ સહિત અન્યને આકરી ટકોર કરી છે. તેમણે કહ્યું કે, ડિજીટલ પ્લેટફોર્મ ઉપર જે પણ કન્ટેન્ટ પબ્લિશ થાય છે તેની જવાબદારી લેવાનું શરુ કરે અને સમાજ તથા લોકતંત્રને નુકશાન પહોંચનારી ખોટી માહિતીઓનો સામનો કરવા માટે ટેકનીકલી અ વ્યાવસાયિક પ્રક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code