1. Home
  2. Tag "Lok Sabha elections"

‘મોદી ત્રીજી વખત PM નથી બની રહ્યા…’, સંજય રાઉતનો દાવો

મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે અને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ એલાયન્સે પણ સરકાર બનાવવાની આશા છોડી નથી. ગઠબંધનના તમામ નેતાઓ બહુમતીનો આંકડો મેળવવામાં સતત વ્યસ્ત છે. દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે […]

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ સિવાય બાકીના 215 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાં સુરતની બેઠક ભાજપની બિનહરિફ બનતા 25 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 24 બેઠકો પર ભાજપનો વિજ્ય થયો હતો. જ્યારે કોંગ્રેસનો એક બેઠક પર વિજ્ય થયો હતો. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે. એટલે કે, 266 ઉમેદવારો પૈકી 215 ઉમેદવારોની ડિપોઝિટ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય આંદોલન ભાજપને હરાવી ન શક્યુ પણ લીડ ઘટાડવામાં સફળ રહ્યું

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો 261617 મતોની લીડથી વિજ્ય થયો છે. આ બેઠક પર ભાજપના ચંદુભાઈ શિહોરાને 669749 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણાને 408132 મતો મળ્યા હતા. ક્ષત્રિય આંદોલનને કારણે ઝાલાવાડની આ બેઠક પર રસાકસીભર્યો જંગ બન્યો હતો. ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપતા ભાજપના સ્થાનિક આગેવાનો પણ નારાજ […]

જેલમાં બંધ અમૃતપાલ અને અબ્દુલ રશીદ ચૂંટણી જીત્યા, જાણો જેલમાં બેઠા-બેઠા કેવી રીતે કરશે કામ

નવી દિલ્હીઃ દેશની 18મી લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. એનડીએ ગઠબંધન સરકારે બહુમતી હાંસલ કરી છે. પરંતુ બે બેઠક ઉપરથી જીતેલા જ્યાં ઉમેદવારો હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે અને ચૂંટણી જીત્યા છે. હવે સવાલ એ છે કે, જેલમાં બંધ સાંસદ કેવી રીતે કામ કરી શકે? આજે અમે તમને જણાવીશું કે જેલમાંથી સાંસદ શું […]

લોકસભા ચૂંટણી પરિણામોની અસર શેરબજાર પર, BSE પર સૂચિબદ્ધ 736 કંપનીઓને ભારે નુકસાન

મુંબઈઃ લોકસભા ચૂંટણીના પરિણામોએ ભારતીય શેરબજારમાં ઉથાલપાથલ મચાવી દીધો છે. મંગળવારનો દિવસ શેરબજાર માટે ખૂબ જ અશુભ સાબિત થયો હતો. ઘટાડાની સુનામીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સૂચિબદ્ધ 736 કંપનીઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ તમામ કંપનીઓના શેરો તેમની નીચલી સર્કિટ પર આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળવાને […]

દીવ, દમણ લોકસભાની બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત

દમણ :  દીવ-દમણની લોકસભાની ચૂંટણીમાં આજે મત ગણતરી હાથ ધરાતા ભાજપ અને કોંગ્રેસને પરાસ્ત કરીને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે જીત મેળવી છે. ઉમેશ પટેલ પાસે ન તો નાણાકીય પીઠબળ હતું. કે ન તો કાર્યકર્તાનું પીઠ બળ હતું. ચૂંટણી લડવા માટે લોકો પાસેથી એક એક રૂપિયાનું ફંડ ઉઘરાવ્યું હતુ. અને ઉમેશ પટેલે ભાજપ-કોંગ્રેસને બન્નેને પરાસ્ત કરીને […]

લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ, પ્રારંભમાં ઈન્ડી ગઠબંધન આગળ

લોકસભા ચૂંટણી બાદ આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાં મતગણતરી કેન્દ્રો ઉપર ચૂંટણીપંચના અધિકારી-કર્મચારીઓ દ્વારા રાજકીય પક્ષોના એજન્ટોની સામે મતગણતરી શરૂઆત કરવામાં આવી હતી. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પ્રારંભમાં જ ઈન્ડી ગઠબંધન આગળ રહી હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે […]

લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 64.2 કરોડ મતદારો ભાગીદાર બન્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં સાત તબક્કાના મતદાન બાદ મતગણતરી 4 જૂને એટલે કે આવતીકાલે થશે. આ પહેલા ચૂંટણી પંચે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ચૂંટણી પંચે ઉભા થઈને લોકસભા ચૂંટણી 2024માં ભાગ લેનાર તમામ મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. મીડિયાને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે 642 મિલિયન મતદારોનો વર્લ્ડ રેકોર્ડ […]

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ કેટલી બેઠકો પર 5 લાખની લીડ મેળવી શકશે

અમદાવાદઃ ગુજરાતમાં 25 લોકસભાની બેઠકો તેમજ 5 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ તા.4થી જુનને મંગળવારે જાહેર થશે, એચલે ચૂંટણીના પરિણામોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. શનિવારે સાંજે એક્ઝિટ પોલ જાહેર થયા એમાં ભાજપ-એનડીએ ફરીવાર સત્તાના સૂત્રો સંભાળશે એવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ એકાદ બેઠક મેળવે એવું અનુમાન કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code