1. Home
  2. Tag "Lok Sabha elections"

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરીને ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન માટે 4 અને […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યના વિવિધ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવ્યા છે વિશિષ્ટ મતદાન મથકો

અમદાવાદઃ મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર હંમેશ સુસજ્જ છે. ગુજરાત રાજ્યમાં […]

લોકસભા ચૂંટણીઃ અમદવાદ જિલ્લામાં 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો ઉપર તા. 7મી મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચની કામગીરીમાં અમદાવાદ જિલ્લામાં કુલ 30,700 દિવ્યાંગ મતદારો નોંધાયા છે. તેમાં સૌથી વધુ દિવ્યાંગ મતદારો વિરમગામમાં નોંધાયા […]

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના 6 સહિત 111 ઉમેદવારોની 5મી યાદી ભાજપે જાહેર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 6 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મહેસાણામાં હરિભાઈ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદૂભાઈ છગનભાઈ શિહોરા, જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા, અમરેલીમાં ભરતભાઈ સુતારિયા, વડોદરામાં હેમંગ જોશી અને સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક મળી […]

લોકસભા ચૂંટણીઃ મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, […]

લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે આધારકાર્ડ સહિત ડઝન દસ્તાવેજો માન્ય રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી તા. 7મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ટૂંટણી પંચે પ્રયાસો હાથ ધર્યા છે.મતદાન માટે મતદારોના આધારકાર્ડ સહિત 12 દસ્તાવેજો માન્ય રહેશે. લોકસભા તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા […]

લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે કેજરિવાલની ધરપકડ કરાઈઃ આમ આદમી પાર્ટી

નવી દિલ્હી: એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી એરવિંદ કેજરિવાલની મોડી રાતે ધરપકડ કરીને પૂછપરછ આરંભી હતી. દરમિયાન કેજરિવાલની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દિલ્હીના કેબિનેટ મંત્રી આતિશીએ શુક્રવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે Z Plus સુરક્ષા […]

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતના 11 સહિત 57 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

નવીદિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા 57 ઉમેદવારોની ત્રીજી યાદી ગુરૂવારે રાતે જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતના 11 ઉમોદવારોનો સમાવેશ થાય છે. ત્રીજી યાદીમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે ત્રીજી યાદીમાં નવ નામોની જાહેરાત કરી હતી. ભાજપની ત્રીજી યાદીમાં […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઈ

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક અને ચૂંટણીના સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાયું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પ્રાંત અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીમાં રોકાયેલા […]

લોકસભાની ચૂંટણીને લીધે સુરતના કાપડ ઉદ્યોગમાં તેજી, રાજકીય પાર્ટીઓ દ્વારા કરોડોના ઓર્ડર મળ્યાં

સુરત: લોસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. કરોડો રૂપિયાનું નાણું બજારમાં ઠલવાતું હોવાથી બજારોમાં તેજી પણ જોવા મળતી હોય છે. હાલ રાજકીય પક્ષો દ્વારા પાર્ટીના ધ્વજ, ખેસ, ટોપી તેમજ ગરીબ લોકોને વહેંચવા માટે સાડીઓનો સુરતની મિલોને મોટો ઓર્ડર મળ્યો હોવાથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે, સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code