1. Home
  2. Tag "Lok Sabha elections"

લોકસભા ચૂંટણીઃ અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈન્કાર

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ દ્વારા અનેક બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. જ્યારે બાકી બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠકથી સિનિયર નેતા રોહન ગુપ્તાના નામની જાહેરાત કરી છે. જો કે, હવે રોહન […]

તેલંગાણામાંથી રૂ. 5.73 કરોડનું સોનું ઝડપાયું, લોકસભા ચૂંટણીને લઈને ફ્લાઈંગ સ્કવોડની કાર્યવાહી

બેંગ્લોરઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. દરમિયાન તેલંગાણાની નલગોંડા પોલીસે લગભગ રૂ. 5.73 કરોડની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.  એક વાહનમાં સોનુ મિર્યાલગુડાથી ખમ્મમ લઈ જવામાં આવી રહ્યું હતું. દરમિયાન પોલીસે વાહન ચેકીંગમાં ઝડપી લીધું હતું. ઉચ્ચ પોલીસ અધિકારી ચંદાના દિપ્તીએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે […]

મહેસાણા, જુનાગઢ સહિત 4 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગુજરાતમાં 26 બેઠકોમાંથી 22 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે ચાર બેઠકોના ઉમેદવારોના નામ હજુ જાહેર કરાયા નથી. જેમાં મહેસાણા, જુનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકનો સમાવેશ થાય છે. આ ચારેય બેઠકોના નામ નક્કી કરવાની મથામણ ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપની કોર કમિટીમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ‘આપ’ના 600 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાં

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપાનું સંખ્યાબળ વધતુ જાય છે. દેશની વિકાસયાત્રામાં સહભાગી થવા આમ આદમી પાર્ટીના 600થી વધુ કાર્યકરોના “કેસરિયા”. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપનો ભરતી મેળો યોજાયો. જેમાં 600થી વધુ વિપક્ષી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં ‘વેલકમ’ કાર્યક્રમ યોજાયો. જેમાં આમ આદમી પાર્ટીના 7 જેટલા નેતાઓએ કેસરિયો ખેસ […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 18-19 વર્ષના 11,32,880 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી 7મી મેના રોજ યોજાશે. ચૂટણીનો વિધિવતરીતે કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની 5 બેઠકો માટેની પેટાચૂંટણી પણ યોજાશે. ચૂંટણીની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આચારસંહિતા ભંગની ફરિયાદો માટે દરેક જિલ્લામાં ચૂંટણી પંચના કન્ટ્રોલરૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યા […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં તા. 7મી મેના રોજ મતદાન યોજાશે

અમદાવાદઃ ચૂંટણીપંચ દ્વારા આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો ઉપર જ એક જ તબક્કામાં મતદાન યોજાશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ બેઠકો ઉપર તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. જ્યારે 4 જૂનના રોજ મતદાન યોજાશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તા. 12મી […]

લોકસભા ચૂંટણીઃ સમગ્ર દેશમાં 85 વર્ષથી વધુના ઉમેદવારો ઘરેથી મતદાન કરી શકશે

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારએ જણાવ્યું હતું કે, 85 વર્ષથી વધુની ઉંમરના જેટલા મતદારો છે તેઓ પોતાના ઘરેથી જ મતદાન કરી શકશે. આ વખતે દેશમાં પ્રથમવાર આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જે વર્ષ 85 વર્ષથી વધારે મતદારો માટે છે. તેમજ 40 ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો પણ ઘરેથી મતદાન કરી શકશે. તેમની […]

લોકસભા ચૂંટણીઃ દેશમાં 96.8 કરોડ મતદારો, 1.82 કરોડ યુવાનો પ્રથમવાર કરશે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં યોજનારી લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. દેશમાં હાલ લગભગ 96.8 કરોડ જેટલા મતદારોમાં છે. જે પૈકી 49.7 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલા મતદારો છે. જ્યારે લગભગ 1.82 કરોડ મતદારો પ્રથમવાર લોકસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચ દ્વારા છેલ્લા ઘણા સમયથી નવા મતદારોને […]

લોકસભા ચૂંટણીની તારીખ આવતીકાલે ચૂંટણીપંચ જાહેર કરશે, કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની આવતીકાલે શનિવારે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ કાલે જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીપંચ બપોરના 3 કલાકે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરશે. Press Conference by Election […]

લોકસભાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના સુચારૂ પાલન માટે નોડલ અધિકારીઓ નિમાયા

ગાંધીનગરઃ  ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે દિવસથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે. રાજ્યમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શનમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે 460થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code