1. Home
  2. Tag "Lok Sabha elections"

લોકસભા ચૂંટણીઃ આઝમગઢમાં અખિલેશ યાદવની જનસભામાં કાર્યકરોનો હંગામો, ભારે પથ્થરમારો થયો

નવી દિલ્હીઃ દેશના હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢ જિલ્લાની લાલગંજ લોકસભા સીટના ઉમેદવાર દરોગા પ્રસાદ સરોજના સમર્થનમાં પ્રચાર કરવા ગયા હતા. અખિલેશ યાદવની જાહેરસભામાં નાસભાગ મચી ગઈ હતી. જનસભા દરમિયાન […]

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં 60 ટકા જેટલુ મતદાન

નવી દિલ્હીઃ પાંચમા તબક્કાની 49 લોકસભા અને ઓડિશાની 35 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું.સાંજે 5 વાગ્યા સુધીના આંકડામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73 ટકા મતદાન નોંધાયું. સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 48.66 ટકા નોંધાયુ છે. લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન નોંધાયું […]

લોકસભા ચૂંટણીઃ પ્રથમ ચાર તબક્કામાં 66.95 ટકા મતદાન, આશરે 451 મિલિયન લોકોએ મતદાન કર્યું

નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી દરમિયાન મતદારોને મતદાન કરવા અપીલ કરતો ક્રિકેટના લેજન્ડ અને ઇસીઆઈના નેશનલ આઇકોન સચિન તેંડુલકરનો ફોન આવે તો આશ્ચર્યચકિત ન થતા. મતદાતાઓની સંખ્યામાં વધારો કરવા માટે પોતાની પહોંચના ભાગરૂપે ઇસીઆઈએ વિવિધ હસ્તક્ષેપો રજૂ કર્યા છે, જેનો ઉદ્દેશ ચાલુ ચૂંટણીઓ દરમિયાન મતદાતાઓને તેમનો મત આપવા માટે અપીલ કરવા અને પ્રોત્સાહિત કરવાનો […]

લોકસભા ચૂંટણીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક ઉપરથી ભર્યું ઉમેદવારી ફોર્મ

લખનૌઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. આ પ્રસંગ્રે ભાજપના ટોપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે સાંજે જ વારાણસી પહોંચી ગયા હતા અને વારાણસીમાં વિશાળ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં […]

લોકસભા ચૂંટણીઃ જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓ બાદ ઉંચુ મતદાન યોજાયું, શ્રીનગર પીસીમાં 36.58 ટકા મતદાન

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું, જેમાં શ્રીનગર, ગંદેરબાલ, પુલવામા અને બડગામ અને શોપિયાં જિલ્લાઓમાં આંશિક રીતે રાત્રે 8 વાગ્યા સુધીમાં 36.58 ટકા મતદાન થયું હતું. શ્રીનગર સંસદીય ક્ષેત્રના 2,135 મતદાન મથકો પર મતદાન થયું હતું, જેમાં તમામ મતદાન મથકો પર […]

રાયબરેલી મારી બે માતાની કર્મભૂમિઃ રાહુલ ગાંધી

લખનૌઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યાં છે. દરમિયાન આજે તેમણે મહારાજગંજમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, રાયબરેલી મારી બે માતાઓની કર્મભૂમિ છે એટલે હું અહીં ચૂંટણી લડવા આવ્યો છું. સોનિયાં ગાંધી અને ઈન્દિરા ગાંધીએ મારી રક્ષા કરી છે. રાયબરેલી સાથે અમારા પરિવારનો 100 વર્ષ જૂનો સંબંધ […]

લોકસભા ચૂંટણીઃ લદ્દાખમાં મતદાન જાગૃતિ માટે અનોખા યોગ અને તીરંદાજી કરવામાં આવી

નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં યોગની શાંતિને તીરંદાજીના રોમાંચ સાથે મતદાન જાગૃતિ માટે એક ઇવેન્ટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો હેતુ નાગરિકોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા માટે શિક્ષિત અને પ્રેરણા આપવાનો છે. પવિત્ર સાની તળાવ ઝંસ્કાર ખાતે આયોજિત, આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, SDM ઝંસ્કર અને નોડલ ઓફિસર સ્વીપ કારગિલ સહિત વિવિધ હિતધારકોને એકતા અને […]

મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસથી કોંગ્રેસ નારાજ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દેશભરમાં સતત રેલીઓ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં રેલી કરી હતી. આ રેલી દરમિયાન તેમના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસે ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું છે કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસ […]

લોકસભા ચૂંટણી વચ્ચે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મુશ્કેલી વધી, જાણો કારણ..

બેંગ્લોરઃ દક્ષિણ ભારતીય અભિનેતા અલ્લુ અર્જુનના ચાહકો હંમેશા તેની એક ઝલક મેળવવા આતુર હોય છે. તે જ્યાં પણ જાય છે તેના ફેન્સ તેને ફોલો કરે છે. આવું જ કંઈક થયું જ્યારે તેઓ તેમના નજીકના મિત્ર અને YSRCP ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના પ્રચાર માટે નંદ્યાલ પહોંચ્યા હતા. તેની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડી […]

પાકિસ્તાનની ગોળીઓનો જવાબ તોપથી આપશે: અમિત શાહ

બેંગ્લોરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે તેલંગાણા કોંગ્રેસ અને પાકિસ્તાન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ હોવાના ડરથી કોંગ્રેસ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતનું નિયંત્રણ છોડવા માંગે છે. રેલીને સંબોધિત કરતી વખતે અમિત શાહે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદન પર વળતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code