1. Home
  2. Tag "Lok Sabha elections"

લોકસભા ચૂંટણીઃ અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે તેલંગાણાના સીએમ રેડ્ડીને નોટિસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવા મામલે દિલ્હી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે. તેમજ 1લી મેના રોજ પોતાનો પક્ષ રાખવા સુચન કર્યું છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરાયેલી નોટિસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પોતાનો મોબાઈલ ફોન લઈને આવવા કહેવામાં […]

લોકસભા ચૂંટણીઃ રાજનાથસિંહે રોડ-શો યોજીને લખનૌ બેઠક ઉપર ઉમેદવારી ફોર્મ ભર્યું

લખનૌઃ કેન્દ્રીય રક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહએ આજે લખનૌ બેઠક ઉપર પોતાની ઉમેદવારી દાખલ કરી છે. આ પહેલા તેમણે ભવ્ય રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જોડાયાં હતા. લખનૌ લોકસભા બેઠક ઉપર પાંચમાં તબક્કામાં 20મી મેના રોજ મતદાન યોજાશે. ઉમેદવારી દાખલ કરતા પહેલા રાજનાથ સિંહે દક્ષિણ મુખી હનુમાન મંદિરમાં પુજા-અર્ચના […]

લોકસભા ચૂંટણીઃ સુરત બાદ ઈન્દોરમાં કોંગ્રેસને ફટકો, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ ફોર્મ પરત ખેંચ્યું

ભોપાલઃ દેશમાં લોકસભાનો માહોલ જામી રહ્યો છે દરમિયાન મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. ઈન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમએ આજે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમજ ભાજપનો ભગવો ધારણ કર્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. કલેક્ટર કચેરીમાં જઈને તેમણે ભાજપના ઉમેદવાર શંકર લાલવાની સામે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ દરમિયાન તેમની […]

લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ રાજીનામું આપ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું સોંપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અરવિંદર સિંહ લવલીએ રાજીનામામાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. તેમ […]

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા.  જ્યાં હેલિકોપ્ટરમાં સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે […]

લોકસભા ચૂંટણીઃ આંગળીને ટેરવે હવે ઉમેદવારની માહિતી મેળવી શકાશે

નવી દિલ્હીઃ સ્થાનિકો પોતાના ઉમેદવાર માટે જાણી શકે એ માટે લોકસભા ચૂંટણી-2024ના અનુસંધાને મતદાતાઓ માટે Know Your Candidate(KYC) નામની મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ IOS એપ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે. આપણે આપણો પવિત્ર મત કયા ઉમેદવારને આપીએ છીએ? તેના વિરૂધ્ધ કોઈ ગુનો તો દાખલ નથી થયેલો ને?, તેની સંપતિ કેટલી છે? સહિતની તમામ […]

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 88 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં અંદાજે 67 ટકા મતદાન

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં આજે 88 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયું ત્યારે એકંદરે 67 ટકાથી વધુ મતદાન થયાનું જાણવા મળે છે. આજે 88 બેઠકો ઉપર 1202 જેટલા ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું હતું. બીજા તબક્કાના મતદાન દરમિયાન કેટલાક સ્થળો ઉપર રાજકીય પાર્ટીઓના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાનું […]

લોકસભા ચૂંટણીઃ નિલેશ કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસે સસ્પેન્ડ કર્યાં

અમદાવાદઃ સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર રહેલા નીલેશ કુંભાણીને કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. કુંભાણીને છ વર્ષ માટે કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવાનો પાર્ટીએ નિર્ણય લીધો છે. ફોર્મ અમાન્ય ઠરવા બદલ કુંભાણીની નિષ્કાળજી બદલ સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સાથે તેમનું મેળાપીપણું હોવાની સ્પષ્ટ સ્થિતિ દેખાતી હોવાનો ઉલ્લેખ પણ છે. પક્ષને કોઈ ખુલાસો ન કરવા બદલ કુંભાણીને આખરે સસ્પેન્ડ કરી દેવાયા […]

લોકસભા ચૂંટણીઃ બપોરના 3 કલાક સુધીમાં ત્રિપુરામાં સૌથી વધારે 68.92 ટકા મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 88 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન બપોરના 3 કલાક સુધીમાં સૌથી વધારે ત્રિપુરામાં 68.92 ટકા મતદાન થયું હતું. જ્યારે મહારાષ્ટ્રમાં 43, પશ્ચિમ બંગાળમાં 60.60 ટકા, અસમમાં 60.32, ઉત્તરપ્રદેશમાં 44.13 ટકા, બિહારમાં 44.24 ટકા, છત્તીસગઢમાં 63.92 ટકા, જમ્મુમાં 57.76 ટકા, મધ્યપ્રદેશમાં 43 ટકા, કર્ણાટકમાં 60.93 ટકા, […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં 5000 શિક્ષકોએ બાઈક રેલી યોજી મતદાન અંગે જાગૃતિ ફેલાવી

અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન થાય એ ઉદ્દેશથી અમદાવાદ કલેક્ટર કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ શહેર, જિલ્લા શિક્ષણાધિકારી- અમદાવાદ ગ્રામ્ય તેમજ સ્કૂલ બોર્ડના સહયોગથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતેથી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કરે આ બાઈક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code